ર૧ જુને યોગ દિનની બેનમૂન ઉજવણી થશેઃ ભુપેન્‍દ્રસિંહ શાળા પ્રવેશોત્‍સવમાં ૪૦૦૦ અધિકારીઓ જોડાશેઃ

ગુજરાતમાં ર૧ જુને વિશ્વ યોગ દિનની ભવ્‍ય ઉજવણી કરવાનો શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ નિર્ધાર વ્‍યકત કર્યો છે.
   આજે લોધીકા તાલુકામાં ખાતમુહુર્તો અને લોકાર્પણો નિમિતે રાજકોટ આવેલા ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે ર૧ જુન. વિશ્વ યોગ દિનની ઉજવણી થનાર છે. જેની ગુજરાતમાં વિશેષ પ્‍ભાવક ઉજવણી માટે આયોજન થઇ રહ્યુ છે. શાળા, કોલેજો સહિત શૈક્ષણીક સંસ્‍થાઓ, સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, વિવિધ સંગઠનો વગેરે  સંસ્‍થાઓને જોડવામાં આવેશે યોગ દિનની ઉજવણીમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાય તેવો પ્રયત્‍ન છે વેકેશન ખૂલે ત્‍યારે રાબેતા મુજબ શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. જેમાં ૪૦૦૦ અધિકારીઓ ગામડે ગામડે જશે. ઉપરાંત સરકાર દ્વારા સ્‍વચ્‍છતા અભ્‍યિાનનો બીજો તબકો આવી રહ્યો છે.
   વડાપ્રધાન મોદીની સરકારને અને ગુજરાતમાં મુખ્‍યમંત્રી આનંદીબેનની સરકારને ૧ વર્ષ પુરૂ થઇ રહ્યું છે તેની ઉજવણી થશે. સરકાર અને ભાજપ સંગઠન સંકલનથી કાર્યક્રમો કરશે.
   સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સિન્‍ડીકેટની ચૂંટણી અને યુનિવર્સિટી વિભાજનની પ્રક્રિયા બન્ને સાથે થઇ જવા અંગેના સવાલના જવાબમાં ચુડાસમાએ જણાવેલ કે નવી યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી શરૈ થશે છતા આ બાબતે કાયદાકીય દ્રષ્‍ટિએ ધકાસણી કરી લેવામાં આવશે.
   ધો.૧૦ ની પરીક્ષા બોર્ડના બદલે શાળા કક્ષાએજ લેવાના વાવડ અંગે પુછતા તેમણે જણાવેલ કે વ્‍યકિતગત કોઇનું મંતવ્‍ય હોય શકે, સરકારનો નિર્ણય નથી.(૬.૨૬)