ધો. ૧૦માં ૫,૬૯,૭૦૨ પાસ અને ૪,૭૭,૧૯૪ છાત્રો નાપાસ

ધો. ૧૦માં ૫,૬૯,૭૦૨ પાસ અને ૪,૭૭,૧૯૪ છાત્રો નાપાસ
   અમદાવાદ તા. ૪ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૫માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.જે ૫૪.૪૨ ટકા નોંધાયું છે. જે ગત વર્ષ કરતા ૯.૪૩ ટકા ઓછું છે.
   ગત વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૬૩.૮૫ ટકા નોંધાયું હતું. માર્ચ ૨૦૧૫માં લેવાયેલી પરીક્ષામાં ૧૦,૪૬,૮૯૬ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જે પૈકી ૫,૬૯,૭૦૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જયારે ૪,૭૭,૧૯૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધોરણ ૧૦ના પરિણામમાં પણ વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ ૬૧.૫૩ ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ ૫૦.૧૭ ટકા નોંધાયું છે