હરિયાણા બોર્ડની સ્કૂલોમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ થશે

હરિયાણા બોર્ડની સ્કૂલોમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ થશે: ગુજરાતનું શું/
ગુજરાતમાં સમીક્ષા કરાશે: ભૂપેન્દ્રસિંહ
અમદાવાદ: હરિયાણા બાદ હવે ગુજરાતમાંથી પણ સેમેસ્ટર સીસ્ટમ દૂર કરાશે કે નહી તે અંગે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પુછતાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીના અનુભવોની સમીક્ષા કરાશે ત્યારબાદ પરિપક્વ ચર્ચાના અંતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સેમેસ્ટર સીસ્ટમ વિદ્યાર્થીઓ માટે બોજા અને કંટાળારૂપ બની રહી હોવાથી ફરિયાદો છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહી છે.


હરિયાણાની ભાજપ સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યના બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોના તમામ વર્ગોમાંથી સેમેસ્ટર સિસ્ટમને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ધોરણ નવ અને અગિયારમાંથી સેમેસ્ટર સિસ્ટમ સત્રથી નાબૂદ કરી દેવાઇ છે. ગુજરાતમાં પણ સ્કૂલોમાં સેમેસ્ટર સિસ્ટમનો થઇ રહેલાં વિરોધને જોતાં હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારનો નિર્ણય મહત્વનું મનાય છે. રાજ્યના શિક્ષણ મંત્રી રામ બિલાસ શર્માએ કહ્યું હતું કે વિભાગ ધોરણ એકથી આઠ એમ દરેક વર્ગ માટે માસિક ટેસ્ટ હાથ ધરશે અને વર્ગોમાં સેમેસ્ટર સિસ્ટમને અનુસરવામાં નહિ આવે. જોકે વર્ષે ધોરણ દસ અને બાર માટે સેમેસ્ટર સિસ્ટમ યથાવત રહેશે. વર્ષે ૨૪ એપ્રિલે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે તમામ ટીચર્સ એસોશિયન્સ અને યુનિયન્સના પ્રતિનિધિઓ સાથેના એક ચર્ચા સત્રમાં સર્વસંમતિથી સ્કૂલોમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ કરવાનો અભિપ્રાય મળ્યો હતો.