ઇપીએફ પર ટેક્સ માટે કર્મચારીઓની કેટેગરી નક્કી કરાશે

ઇપીએફ પર ટેક્સ માટે કર્મચારીઓની કેટેગરી નક્કી કરાશે
- ૧૫,૦૦૦થી ઓછા પગારવાળા કર્મચારીઓને બાકાત રખાય તેવી શક્યતા  વી દિલ્હી, તા. ૪
પ્રોવિડન્ટ ફંડના ઉપાડ પર ટેક્સ નાખવાના વિવાદાસ્પદ પ્રસ્તાવમાં ક્યાં કર્મચારીઓને સામેલ કરવા તે માટે સરકાર કર્મચારીઓની કેટેગરી નક્કી કરશે તેમ નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ અંગેની અંતિમ જાહેરાત બજેટની ચર્ચા દરમિયાન સંસદમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જેટલીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ૧ એપ્રિલ પછી ઇપીએફમાં જમા થયેલી રકમને ઉપાડતી વખતે ૬૦ ટકા રકમ પર ટેક્સ ચૂકવવો પડશે. જો આ રકમ એન્યુટી જેવી પેન્શન યોજનામાં રોકવામાં આવશે તો ટેક્સ લાગશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે કર્મચારીઓનો પગાર ૧૫,૦૦૦થી વધારે હશે તેમને ઇપીએફ પર ટેક્સના દાયરામાં લાવવામાં આવે તેવી શક્યતા છે.
ઇપીએફઓમાં કુલ ૩.૭ કરોડ કર્મચારીઓ છે. જેમાંથી ૩ કરોડ કર્મચારીઓનો પગાર ૧૫,૦૦૦થી ઓછો છે. ે ઇપીએફના ત્રણ તબક્કા કન્ટ્રીબ્યુશન, વ્યાજ અને ઉપાડ એમ ત્રણેય તબક્કા ટેક્સ મુક્ત છે.