ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું તા. ૧૦ મીએ પરિણામ જાહેર કરાશે

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું તા. ૧૦ મીએ પરિણામ જાહેર કરાશે. આ પરિણામની સાથે ગુજકેટનું પરિણામ સવારે ૯ કલાકે બોર્ડની વેબ સાઇટ  http://gseb.org પર મૂકવામાં આવશે. ખેડા જિલ્લાના ધો.૧૨ સાયન્સના ૩૬૦૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ખુલશે. આ પરિણામની માર્કશીટનું વિતરણ સવારે ૧૧ કલાકે નડિયાદ સંતરામ ગર્લ્સ હાઇસ્કૂલમાં કરવામાં આવશે. જિલ્લાની શાળાઓએ પોતાની શાળાના વિદ્યાર્થીઓના પરિણામની માર્કશીટ મુખત્યાર પત્ર રજૂ કરીને મેળવી લેવાની રહેશે. શાળામાં ૧૧ થી સાંજે ૪ કલાક સુધીમાં માર્કશીટ વિતરણ કરી દેવાની રહેશે..