|
ધો-૧થી ૫ માટે ૬૮૮ વિદ્યાસહાયકોની
ઓનલાઈન ભરતી કાર્યવાહી ૨૯મીથી
|
|
ઉમેદવારોએ ૭ જુલાઈ સુધી ઓનલાઈન અરજી
કરવાની રહેશેરાજ્યમાં
આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની
પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૧થી ૫માં ૬૮૮ વિદ્યાસહાયકોની
નિમણૂક માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે. જેના માટે ઉમેદવારોએ ૨૯ જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાનું
રહેશે. ૭ જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ભરેલા ફોર્મની
પ્રિન્ટ નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવી શકશે. ટેટ-૧નો બેઠક નંબર
નાંખ્યા બાદ પરિણામ આવશે અને ત્યારબાદ અરજી પત્રક ખુલશે. જિલ્લા શિક્ષણ સમિતિની
પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૧થી ૫ ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયકોની
૬૮૮ જગ્યા ભરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ
મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ ૨૯ જૂનથી ૭ જુલાઈ સુધીમાં કચેરીની વેબસાઈટ www.vidyasahayakgujarat.org અને www.ptcgujarat.org પર
મુકવામાં આવેલી સૂચના મુજબ ઓનલાઈન
અરજી કરવાની રહેશે.
કુલ ૬૮૮ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે. જેમાં ૪૪૨ જગ્યા સામાન્ય કેટેગરીની હશે, ઉપરાંત ૪૩ અનુસુચિત જાતિ, ૪૨ અનુસુચિત જનજાતિ અને ૧૬૧ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની હશે. કુલ જગ્યા પૈકી ૨૧ શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો માટે અનામત રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ટેટ-૧ની પરીક્ષાનો સીટ નંબર ટાઈપ કરવાનો રહેશે. જેથી ટેટ-૧નું રિઝલ્ટ દેખાશે અને ત્યારબાદ કન્ટીન્યૂ પર ક્લિક કરતા અરજી પત્રક ખુલશે. ઓનલાઈન અરજીપત્રક ભરી લીધા બાદ તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ત્યારબાદ નક્કી કરેલી જગ્યા પર સહી કરી રાજ્યના નક્કી કરેલા સ્વીકાર કેન્દ્ર પર જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી કરાવી, ફી ભરી ફાઈનલ સબમીટ કરવાનું રહેશે. ફાઈનલ સબમીટ થયા સિવાયની કોઈ પણ અરજી માન્ય ગણાશે નહીં. અરજીપત્રક ફાઈનલ સબમીટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પહોંચ મેળવી અને પસંદગી સમયે પહોંચ અને ફોર્મની નકલ સાથે રાખવાની રહેશે. ઉમેદવારો ૨૯ જૂનથી ૭ જુલાઈ દરમિયાન સ્વીકાર કેન્દ્રો પર ફોર્મની પ્રિન્ટ સબમીટ કરી શકશે.વિદ્યાસહાયકોને પ્રતિ માસ રૂ. ૭૮૦૦નું ઉચ્ચક માનદ વેતન પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહીં. પાંચ વર્ષના અંતે તેમને નિયમાનુસાર પગાર-ધોરણમાં સમાવવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક વિભાગમાં વિદ્યાસહાયક માટે ૭ જુલાઈના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૨૮ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. મુળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોને વયમર્યાદામાં છુટછાટ મળશે. |