સીસીસી ૨જીસ્ટ્રેશન માટે ની સુચનાઓ૧.ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૩/૦૮/૨૦૧૫ સુધી ઓપન રહેશે.આ દરમમયાન ઉમેદવારોએ પોતાનું નામ (સર્વિસબુક પ્રમાણે), મોબાઈલ નંબર અને ઉચ્ચ પગારધોરણ/બઢતીની ડ્યુતારીખ લખવાની રહેશે. આ  ત્રણ માહિતી પાછળથી બદલાશે નહી ઉપરની ત્રણ માહિતી આપવાથી ઉમેદવારોના એક એપ્લીકેશન નંબર કોમ્પ્યુટર સ્કીન પર બતાવશે જે ઉમેદવારે લખી લેવાનો રહેશે. ત્યાર પછીના તમામ કાર્ય માટે આ એપ્લીકેશન નંબર નો ઉપયોગ કરવાનો રહેશે.  ૨. તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૫/૦૮/૨૦૧૫ સુધીમાં ઉમેદવારે પોતાનો એપ્લીકેશન નંબર નાખીને માગેલી માહિતી એન્ટર કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેણી એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે. ૩. એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિં. ૪. આ પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારે પોતાની અને ખાતામાં વડા/આચાર્યની સહી તથા સિક્કો (બને જગ્યાએ) કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિં. ૫. રજીસ્ટ્રેશન ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે),  રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે. જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે. ક્રેડીટકાર્ડ/ ડેબીટકાર્ડ/ ઈન્ટરનેટ બેન્કીંગ માટે બ્રાંચ નામ માં SBI લખવાનું રહેશે. ૬.પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો નહિ હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવી, ક્રોસ સહી કરવાની રહેશે. તથા સ્કેન કરેલ ફોટો પોતાના એપ્લીકેશન નંબરની સાથે ccc@gtu.ac.in પર મોકલવાની રહેશે. ફોટો સ્પષ્ટ દેખાતો હોય તો પછી થી બદલવો નહિ ૭. રજીસ્ટ્રેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્ર માં નામ સરખું હોવું જરૂરી છે. જો નામ માં તફાવત હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહિ. ૮. GTUમા જમા કરવાના ડોક્યુમેન્સ નીચે મુજબના હોવા જોઈએ. A. ઓરીજીનલ રજ