એન્જિ.માં ધો.૧૨ના માર્ક્સ ન ગણવા દરખાસ્ત થશે
CSAB જેઈઈ
(મેઈન)ને આધારે પ્રવેશ આપવા ભલામણ કરશે
એજન્સી > નવી દિલ્હી
-- સરકાર સંચાલિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે હવે કદાચ ધો.૧૨ની બોર્ડની પરીક્ષાના માર્ક્સ ગણતરીમાં લેવાશે નહીં. સેન્ટ્રલ સીટ એલોકેશન બોર્ડ(સીએસએબી) ટૂંક સમયમાં આ અંગે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયને દરખાસ્ત રજૂ કરશે તેમ મનાય છે. જો મંત્રાલય તેનો સ્વીકાર કરશે તો તેનો અમલ થશે.
સીએસએબી માત્ર જેઈઈ(મેઈન)ના સ્કોરને આધારે એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવાની ભલામણ કરશે તેમ મનાય છે. જો તેમ થશે તો હાલમાં ધો.૧૨ના માર્ક્સને ૪૦ ટકા વેઈટેજ અપાય છે તે રદ થઈ જશે. દરખાસ્ત સ્વીકારાય તો આવતા વર્ષે પ્રવેશ પરીક્ષા વહેલી લેવાશે, કારણ કે પ્રવેશ પ્રક્રિયા માટે અધિકારીઓને નવી વ્યવસ્થામાં વધુ સમય જોઈશે. વિવિધ બોર્ડ દ્વારા સીબીએસઈને ધો.૧૨ના માર્ક્સની વિગત આપવામાં વિલંબ થતો હોય છે, જેને ધ્યાનમાં લઈને મંત્રાલય આ ભલામણ સ્વીકારે તેવી શક્યતા છે. વળી, પ્રવેશ પરીક્ષાના માર્ક્સ અને ધો.૧૨ના માર્ક્સ બન્નેની ગણતરીમાં ખામી રહી જતી હોવાને કારણે પણ આ ભલામણ સ્વીકારાય તેવી શક્યતા વધારે છે. CSABના સંયોજક એમપી સિંહે કહ્યું હતું,‘અમે CSABને માત્ર JEE(મેઈન)ના સ્કોરને આધારે પ્રવેશની ભલામણ કરીશું.’