મોબાઇલ ફોન તથા ટેબલેટ બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. વેબસાઇટના માધ્યમ થી મહેસુલ વિભાગની પ્રજાલક્ષી માહિતી જેવાં કે, અગત્યના મહેસુલી કાયદાઓ, નીતિ નિયમો, સરકારી ઠરાવો, પરિપત્રો, જાહેરનામાઓ વગેરે ઉપરાંત જનસેવા કેન્દ્ર તેમજ ઈ-ધરા કેન્દ્ર ખાતે રોજબરોજ જરૂરી એવા અરજીના નમૂનાઓ આમ જનતા સુધી સરળતાથી પ્રાપ્ય થશે.
• ઉપરાંત, મહેસૂલ વિભાગમાં વહીવટી કામગીરી ઝડપથી તથા સરળતાથી થાય તે માટે મહેસૂલ વિભાગની તમામ ટપાલ અને ફાઇલ્સનું ઓનલાઇન મોનીટરિંગ તથા ટ્રેકિંગ કરવા માટે રજીસ્ટ્રી તથા ફાઇલ ટ્રેકિંગ સોફ્ટવેર એન.આઇ.સી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામા આવેલ છે.
• આજે તા. ૧૦/૧૨/૨૦૧૩, મંગળવારના રોજ ઉપરોક્ત વેબસાઈટ તથા રજીસ્ટ્રી અને ફાઇલ ટ્રેકિંગ સોફ્ટવેરનું લોન્ચિંગ મહેસૂલ વિભાગના અગ્રસચિવશ્રી 
તથા NIC અને વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામા આવી.
વેબસાઈટ http://www.revenuedepartment.gujarat.gov.in