પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના
અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ
પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા
પછી
સી.સી.સી. પરીક્ષા પાસ
કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો
કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે.
સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧-ર૦૧૩ના
રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે
કે જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર
ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/કર્મચારીઓએ
(૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા
અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ઉચ્ચતર પગાર
ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય
માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા
વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની
સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર
રહેશે
નહીં. હવે બઢતી/ઉચ્ચતર
પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ
હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે
બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી
છે તથા
જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ
કરેલ નથી તેવા અધિકારી/કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક
પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત
પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત
રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને
લેતા CCC. ને બદલે CCC+ની પરીક્ષા આપી શકે છે.
તેમ
પરિપત્રમાં જણાવાયું છે.