અમદાવાદ,
તા.૨૩,ગાંધીનગર ખાતે યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની તૈયારીઓ માટેની
બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હ.ા જેના ભાગરૂપે રાજ્યમાં
પ્રથમ વખત ઓનલાઈન પ્રક્રિયાને અમલી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ
પ્રક્રિયાના ભાગરૂપે જે તે શાળા દ્વારા વર્ષ દરમિયાનની સ્કુલ
કોમ્પિટેન્સિવ ઈવેલ્યુશન અંતર્ગત ૩૦ માર્કમાંથી અપાતા માર્ક જે બોર્ડમાં
જમા કરવામાં આવે છે તે હવે ઓનલાઈન જમા કરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આ
વર્ષે ધોરણ ૧૦મી બોર્ડની પરીક્ષામાં કુલ ૯,૭૬,૬૦૯ વિદ્યાર્થીઓ બેસવાના છે
ત્યારે આ તમામ વિદ્યાર્થીઓના સ્કુલ કોમ્પિટેન્સિવ ઈવેલ્યુશન અંતર્ગત
શાળા દ્વારા અપાયેલા ૩૦માંથી જે માર્ક આવ્યા હશે તેનું પરીણામ ઓનલાઈન
બોર્ડમાં દરેક શાળાએ જમા કરાવવાનું રહેશે.
શાળા
દ્વારા એફએ-૧, ૨, ૩, ૪ એ એસએ-૧,૨ નામાંથી અપાતા માર્ક પ્રથમ વખત બોર્ડમાં
ઓનલાઈન જમા કરાવશે. દર વર્ષે તમામ શાળાઓમાં વર્ષ દરમ્યાન લેવામાં આવતી
ફોર્મેટિવ એસેસમેન્ટ તથા સેમેસ્ટર એસેસમેન્ટ અને બીજા સેમીસ્ટરના
ટેસ્ટ મળીને કુલ ટેસ્ટના પ્રત્યેકના પાંચ માર્ક ગણીને કુલ ૩૦ માર્કમાંથી
આપતાં માર્કનું સબમિશન દરેક શાળાએ બોર્ડને ઓનલાઈન કરવાનું રહેશે.
શિક્ષણ
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ નિર્ણયને અમલી બનાવવા માટે રાજ્યની તમામ
શાળાના આયાર્યોને આ અંગેની સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે. અત્યાર સુધી
શાળાઓનાં ઓએમઆર શીટ મોકલાવ્યા બાદ સમગ્ર સિસ્ટમ મેન્યુઅલી કરવામાં આવી
હતી. માટે તમામ શાળાઓને ફેબ્રુઆરીના અંત પહેલા આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં
આવશે અને ત્યારબાદ શાળાના આચાર્યોને નઅપાયેલા સ્પેશિયલ લોગઈન આઈડી
દ્વારા માર્ક બોર્ડને ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.