ગાંધીનગર તા.૧૮:
રાજયમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા મહેસુલી તલાટીઓને બઢતી આપીને નાયબ મામલતદારની
કેડરમાં મુકવા માટેનું આયોજન રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેના
અંતર્ગત આગામી ટુંક સમયમાં આ અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી સંભાવના
છે.હાલ રાજયમાં ૧૨૦૦ જેટલા મહેસૂલી તલાટીઓ છે. નવી ૧૫૦૦ જગ્યાઓ માટે અરજીઓ
મંગાવવામાં આવી છે. મહેસૂલી તલાટીઓને નોકરી મળવા પછી બીજે સારી તક મળતા નોકરી
છોડીને જતા રહેવાનુ પ્રમાણ ઘટાડવા બઢતીની તક આપવાનું હકારાત્મક રીતે વિચારાધીન
છે.
રાજય સરકારની
વિવિધ નોકરીઓમાં તમામ પદ જેમ કે પટ્ટાવાળા કે સનદી અધીકારી તમામ કેડરમાં ફરજ
બજાવતા કર્મચારીઓને બઢતીની તક મળી રહે છે. જયારે રાજય સરકારના મહેસૂલ તલાટી કમ
મંત્રી એક માત્ર એવી કેડર છે કે જેમાં આજીવન કોઇ બઢતી મળતી ન હતી.
રાજય સરકાર
દ્વારા મહેસૂલ અને પંચાયત વિભાગ હેઠળના તલાટીઓને બઢતી આપીને નાયબ મામલતદાર કેડરમાં
મુકવા માટેનું આયોજન કરવામાં આવી રહયું છે. જેના અંતર્ગત રાજય સરકાર દ્વારા
તલાટીઓને બઢતી આપીને નાયબ મામલતદાર બનાવવાની કામગીરી આગામી ટુંક સમયમાં હાથ
ધરવામાં આવશે તેવુ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં ૧૫૦૦ થી વધુ તલાટીઓની
ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાર બાદ આ મામલે કાર્યવાહી હાથ ધરાય
તેવી સંભાવના છે.
પંચાયતના તલાટીઓને
સર્કલ ઇન્સપેકટર તરીકે બઢતી ની તક રહે છે. પરંતુ તે જગ્યાઓ અત્યંત મર્યાદીત
હોવાથી તેને પણ નાયબ માલમલતદાર તરીકે બઢતીની તક આપવાનુ ગંભીરતાથી વિચારાઇ રહયું
છે. ટુંક સમયમાં જ નીતી વિષયક જાહેરાત થવાની સંભાવના છે.
http://www.akilanews.