ગુજરાત સરકારે સિમાચિહ્નરૃપ પગલું ભરતા રાજ્યના પોલીસદળમાં ૩૩ ટકા મહિલા અનામતનો નિર્ણય લીધો છે



ઈનેજરી પ્રવેશમાં મેરીટ પદ્ધતિ મુદ્દે થયેલી કાયદાકીય ગૂંચવણમાં આખરે રાજ્ય સરકારે ફરી એકવાર હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમમાં પડકારવાનો નિર્ણય કરી લીધો છે અન જે મુજબ ફરીએકવાર પ્રજાના પૈસાનું આંધણ ફૂંકતા સરકારી અધિકારીઓએ આજે દિલ્હીમાં ધામા નાખી દીધા છે તેમજ સુપ્રિમ કોર્ટમાં પીટિશન દાખલ કરવાની તૈયારી કરી દીધી છે.મળતી માહિતી મુજબ આવતીકાલે રાજ્ય સરકાર સુપ્રિકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફાઈલ કરી દેશે અને આ વખતે પણ સરકાર પોતાની જ તૈયાર કરેલી ફોર્મ્યુલા પર અડગ રહીને તેના આધારે જ પ્રવેશ પ્રક્રીયા કરવાવની તૈયારીમાં છે.
ઈજનેરી પ્રવેશમાં મેરિટ પદ્ધતિ મુદ્દે તાજેતરમાં હાઈકોર્ટે આપેલા ચુકાદાને ન માનીને તેની સામે સુપ્રિમમાં જવાનો આખરે સરકારે નિર્ણય કરી લીધો છે.જે મુજબ આજે ટેકનિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને સુપ્રિમમાં હાઈકોર્ટના ચુકાદા સામે પીટિશન કરવા માટેના મજક્ત ડોક્યુમેન્ટસ ની તૈયારી શરૃ કરી દીધી છે. મહત્વનું છે ગત વર્ષે પણ રાજ્ય સરકારની  પર્સેન્ટાઈલ આધારિત મેરિટ  પદ્ધતિ મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ હોઈ હાઈકોર્ટે સરકારની ફોર્મ્યુલાને ફગાવી દઈને પર્સેન્ટાઈલ સાથે પર્સેન્ટેજનો સમાવેશ કરીને નવી પદ્ધતિ સૂચવી અને તેના આધારે પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ  તે સમયે મોટા ભાગની બેઠકો પર પ્રવેશ ફાળવતા એડમિશન કમીટીએ બે રાઉન્ડ પુરા કરી દીધા હોઈ રાજ્ય સરકારે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમમાં પીટિશન દાખલ કરી હતી.દરમિયાન સુપ્રિમે સરકારની રજૂઆતને સાંભળતા વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખતા હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો હતો અને નવી પદ્ધતિ તૈયાર કરવાનો ગુજરાત સરકારને આદેશ કરીને સુનાવણી ચાલુ રાખી હતી.
સુપ્રિમના આ આદેશન પગલે આ વર્ષે રાજ્ય સરકારે એક રીવ્યુ કમીટી નિમિને તમામ સર્વે તથા વિગતવાર અભ્યાસ કરીને ઈન્ડિયન સ્ટેસ્ટિક્સ પાસે નવી મેરિટ ફોર્મ્યુલા તૈયાર કરાવી હતી. આ નવી ફોર્મ્યુલા મજુબ  જે તે બોર્ડના ત્રણ વિષયના પર્સેન્ટાઈલના ૬૦ ટકા અને જેઈઈ સ્કોરના ૪૦ ટકા પ્રમાણે પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ હતી.પરંતુ આ વર્ષે પણ સરકારની નવી ફોર્મ્યુલા સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને જેમાં ફરીએકવાર હાઈકોર્ટે સરકારની મેરિટ પદ્ધતિને ખોટી ઠેરવીને અગાઉ ગત વર્ષે સૂચવેલી મેરિટ પદ્ધતિ અનુસાર જ પ્રવેશ આપવાનું નોંધ્યું છે. ગુજરાત સરકાર સામેના હાઈકોર્ટના આ બીજી વારના જજમેન્ટને લઈને ગુજરાત ફરીવાર ફસાઈ ગઈ છે.જો કે આ વર્ષે હજુ સુધી માત્ર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પુરુ થયું છે અને મેરિટ જાહેર નથી કરાયું ત્યારે હાઈકોર્ટના આ ચુકાદાને સરકાર ચાહે તો માનીને હાઈકોર્ટે સૂચવેલી પદ્ધતિ પ્રમાણે પ્રવેશ આપી શકે તેમ છે.પરંતુ સરકારે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખવાની જગ્યાએ સુપ્રિમમાં જઈને ફરીવાર સ્ટે મેળવવાની વિચારણા હાથ ધરી હતી.
ગત ૨૦મીએ હાઈકોર્ટના ચુકાદો આવ્યા બાદ રાજ્ય સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રિમમાં જવું કે નહીં તેની વિચારણા કરી રહી હોઈ આખરે સરકારે સુપ્રિમમાં જવાનો નિર્ણય કરી લીધો છે અને આજે  સરકારના ઉચ્ચ શિક્ષણ અધિકારી દિલ્હી ખાતે પહોંચી ગયા છે.આવતીકાલે સુપ્રિમમાં પીટિશન દાખલ કરી દેવાય તેવી શક્યતા છે.મહત્વનું છે કે સરકાર આ પીટિશનમાં પોતાની જ ફોર્મ્યુલા પર અડગ રઈને તેના આધારે પ્રવેશ કરવાની રજૂઆત કરશે.