રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ



રાજ્‍યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રવાહમાં સામાન્‍યપ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્‍યવસાયલક્ષી પ્રવાહમાં એક વિષયમાં નાપાસ ઉમેદવારો અને સાયન્‍સના ચારેય સેમેસ્‍ટરના મળી જે તે વિષયોમાં ૧૩ર ગુણ મેળવ્‍યા નથી. તેવા ઉમેદવારોની પુરક પરીક્ષા તા.૧૦થી ૧૩ જુલાઈ દરમ્‍યાન લેવાશે. ઉપરાંત સાયન્‍સના સેમેસ્‍ટર ત્રણની રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ પણ બોર્ડે જાહેર કર્યો છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્‍સના સેમેસ્‍ટરની ઓકટોબર-ર૦૧૩ કે તે અગાઉની પરીક્ષામાં જે તે વિષયોમાં ગેરહાજર રહેવા ઉમેદવારોની જુલાઈ-ર૦૧૪ રેમેડિયલની પરીક્ષા આપી પરીક્ષા તા.૧૦થી તા.૧ર જુલાઈ સુધીમાં લેવાશે. તેવી જ રીતે ગત માર્ચ માસમાં લેવાયેલી સાયન્‍સના સેમેસ્‍ટર ચારની પરીક્ષા કે તે અગાઉની સેમે-ચારની પરીક્ષામાં જે તે વિષયોમાં ગેરહાજર રહેતા ઉમેદવારોની પણ તા.૧૩થી ૧પ જુલાઈ સુધી રેમેડિયલ પરીક્ષા લેવામાં આવશે. એમ રાજ્‍યના શિક્ષણ બોર્ડે જણાવ્‍યું છે. ઉચ્‍ચતર માધ્‍યમિકના વિવિધ પ્રવાહોની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ તારીખ વિષય ૧૦-૭-ર૦૧૪ ગણિત, જીવવિજ્ઞાન ૧૧-૭-ર૦૧૪ રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા) ૧ર-૭-ર૦૧૪ ગુજરાતી (પ્રથમ-દ્વિતીય ભાષા) હિન્‍દી (પ્રથમ-દ્વિતીય ભાષા), મરાઠી (પ્રથમ ભાષા), ઉર્દૂ (પ્રથમ ભાષા), સિંધી (પ્રથમ ભાષા), તામિલ (પ્રથમ ભાષા), સંસ્‍કળત, ફારસી,અરબી, પ્રાકળત, કોમ્‍પ્‍યુટર એજ્‍યુકેશન, ભૌતિક વિજ્ઞાન ૧૩-૭-ર૦૧૪ સામાન્‍ય પ્રવાહ વ્‍યવસાય લક્ષી પ્રવાહ ઉચ્‍ચતર ઉત્તર બુનિયાદ પ્રવાહ સંસ્‍કળત માધ્‍યમના તમામ વિષયો સાયન્‍સના ત્રીજા સેમેસ્‍ટરની રેમેડિયલ પરીક્ષાનો કાર્યક્રમ તારીખ વિષય ૧૦-૭-ર૦૧૪ ગણિત, જીવવિજ્ઞાન ૧૧-૭-ર૦૧૪ રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) ૧ર-૭-ર૦૧૪ ગુજરાતી (પ્રથમ દ્વિતીય ભાષા), હિન્‍દી (પ્રથમ-દ્વિતીય ભાષા), મરાઠી (પ્રથમ ભાષા) ઉર્દૂ (પ્રથમ ભાષા), સિંધી (પ્રથમ ભાષા), તામિલ (પ્રથમ ભાષા), સંસ્‍કળત, ફારસી, અરબી, પ્રાકળત, કમ્‍પ્‍યુટર એજ્‍યુકેશન (સૈધ્‍ધાંતિક) ભૌતિક વિજ્ઞાન.