ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ રહી છે જે અંતર્ગત ૯મીથી જ બુકલેટ વિતરણ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૃ થઈ જશે. ૧૯મી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલશે અને જ્યારે ૨૬મીએ પ્રોવિઝન મેરિટ લિસ્ટ સાથે પ્રથમ મોકરાઉન્ડ પણ શરૃ થઈ જશે. હાલ ડિપ્લોમાની ૬૬ હજારથી વધુ બેઠકો છે અને હજુ નવી કોલેજોની મંજૂરી તેમજ બેઠક વધારાની મંજૂરી સાથે નવી બેઠકો વધે તેવી શક્યતા છે.જો કે બીજી બાજુ આ વર્ષે ધો.૧૦માં ગત વર્ષ કરતા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોઈ ભારે પ્રવેશ માટે ભારે ધસારો પણ રહે તેવું લાગી રહ્યું છે.
એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા આવતીકાલથી ડિપ્લોમા ઈજનેરી પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવામા આવનાર છે.આ વર્ષે કમીટી દ્વારા ફોર્મ વિતરણના દિવસથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૃ કરી દેવાતા આવતીકાલે બુકલેટ અને પિન નંબરના વિતરણ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૃ થઈ જશે.જેથી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે એક દિવસ વધુ મળશે.૧૮મી સુધી ફોર્મ વિતરણ કરાશે અને ૧૯મી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલશે. અમદાવાદની ૧૧ સહિત રાજ્યની ૭૧ પીએનબી બ્રાંચોમાંથી બુકલેટ અને પિનનંબર મળશે. સવારે ૧૧થી૫ હેલ્પ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરી શકાશે. જ્યારે ૨૬મીએ પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરશે અને તેની સાથે જ ચોઈસ ફિલિંગ સાથે પ્રથમ મોક રાઉન્ડ શરૃ કરી દેવાશે. ત્યારબાદ ૪થી જુલાઈના રોજ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે અને ૧૧મીથી બેઠકોની ફાળવી કરાશે અને ૨૪મી જુલાઈથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જશે. મહત્વનું છે કે આ વર્ષ ધો.૧૦નું પરિણામ દોઢ ટકા ઓછું આવ્યું છે પરંતુ માર્ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ વધતા એડમિશન કમીટી દ્વારા ૧,૧૦,૦૦ હજાર બુકલેટ તૈયાર કરાઈ છે. બેઠકોની વાત કરીએ તો હાલ ડિપ્લોમામા ૬૬,૮૨૫ બેઠકો છે. આ ઉપરાંત આ વર્ષે નવી ૯ સંસ્થાઓએ કોલેજ મંજૂરી માટે અરજી કરી હોય તેમજ અનેક હયાત કોલેજો પણ બેઠક વધારાની મંજૂરી માંગી હોઈ બેઠકો વધવાની શક્યતા છે.