NSSની રકમ ચાઉં કરી જનારા આચાર્યની બરતરફી

ઓઢવમાં આવેલી સુજ્ઞાાન વિદ્યાવિહારના આચાર્યએ એનએસએસની રકમ ચાંઉ કરી લેતા તેને બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણના વિવિધ વિભાગો ધ્વારા કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે ખુદ સંચાલકોએ આચાર્યને બરતરફ કરાયા હોવાથી તેનો પગાર બંધ કરવાની લેખિતમાં ડીઇઓને જાણ કરી છે. આમ છતાં આ આચાર્યનો પગાર ચૂકવવામાં આવે છે.
શાળામાં એનએસએસની કોઇ પ્રકારની પ્રવૃત્તિ કરાવી નહી હોવા છતાં મહિલા આચાર્ય રેણુકાબેન પટેલે તેની ગ્રાન્ટની ૨.૧૩ લાખ રૃપિયાની રકમ હડપ કરી લીધી હતી. આ અંગેની સંચાલકે જ ફરીયાદ કર્યા બાદ ડીઇઓ તપાસ હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું કે એનએસએસના કેમ્પ ક્યારે અને ક્યાં યોજાયા તેની કોઇને ખબર નથી. શાળાના તમામ શિક્ષકોના આ અંગે નિવેદનો પણ લેવાયા હતા. આચાર્યએ ખોટી રીતે ગ્રાન્ટ લઇને ગેરવહીવટ કર્યો છે. અનેક વખત હિસાબો રજૂ કરવાની તાકીદ છતા આચાર્યએ હિસાબો આપ્યા નથી.
ડીઇઓ કચેરીએ શિક્ષણ ટ્રિબ્યુનલને પણ લેખિતમાં જણાવ્યું છે કે, મહિલા આચાર્યએ ખર્ચના હિસાબો, ઓડિટ રીપોર્ટ વગેરે અંગેની કોઇ વિગતો આપી નથી. એટલું જ નહી તેઓ ટ્રિબ્યુનલે પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઉપરાંત શિક્ષણના અગ્રસચિવે ઉચ્ચ શિક્ષણ કમિશનરનો પણ આ પ્રકરણમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ડીઇઓ ચાંઉ કરાયેલી આ રકમ રીકવર કરવા માટે નોટિસ આપીને આચાર્ય વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાનો સંચાલક મંડળને આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ સંચાલક મંડળે મહિલા આચાર્યને તુરંત જ બરતરફ કરી દીધા હતા. તેમજ ડીઇઓને તેની જાણ કરીને આચાર્યનો પગાર અટકાવવા માટે લખ્યું હતું. આમ છતાં બે મહિનાથી બરતરફ થયેલા મહિલા આચાર્ય સરકારનો પગાર મેળવી રહ્યા છે


http://www.gujaratsamachar.