કમરના દુખાવા પાછળ ઘણીબધી બાબતો કારણભૂત હોય છે. તેના પાછળ તમારી ખરાબ આદતો પણ જવાબદાર હોઇ શકે છે. વધારે પડતા કામ, બેસવા-ઉઠવામાં સરખુ ધ્યાન ના રાખવું, કમરના દુખાવાને જડમૂળમાંથી મટાડવા માટે કેટલાક ઘરઘથ્થુ નૂસખા આપવામાં આવ્યા છે.

  • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
  • સૂંઠ અને ગોરખું સરખે ભાગે લઈ તેને ઉકાળો બનાવો, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
  • ખજૂરની પાંચ પેશીનો ઉકાળો તૈયાર કરી તેમાં ૨ ચમચી જેટલી મેથી ઉમેરી પીઓ કમરનાં દુખાવામાં રાહત રહેશે.
  • સૂંઠ અને હિંગ નાંખીને તેલ કરમ કરી માલિશ કરો, કમરનાં દુખાવામાં ફાયદો થશે.
  • જાયફળને સરસિયાનાં તેલમાં ઘસી કમર પર માલિશ કરો તેનાંથી કમરનો તેમજ જો સંધિવાનો દુખાવ હશે તો તે પણ મટે છે.
  • સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલીસ કરવાથી કમરના દુખાવાથી આરામ મળે છે.

તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.

શું ન ખાવું?: કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.
શું ન કરવું?: ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
શું ખાવું?: સાદો-સુપાચ્ય આહાર લેવો.વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.