ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાઓનો આવતીકાલ સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જે મુજબ યુનિ.એ પાંચ, ત્રણ અને એક એમ ત્રણેય સેમેસ્ટરની પરીક્ષાઓ તબક્કાવાર રીતે આયોજન કર્યુ છે.
યુનિર્વિસટી દ્વારા આવતીકાલ સોમવારથી બીએ, બીકોમ, બીએસસી. એમએસસી, બીબીએ, બીસીએ જેવી વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાઓ શરૂ થશે. રાજ્યમાંથી એક લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ત્રીજા અને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થનાર છે. યુનિર્વિસટીએ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે.
આ વખતે પરીક્ષા ૧૫ દિવસ મોડી શરૂ થઇ રહી છે. સીએ અને કેટની પરીક્ષાઓ હોવાથી ઘણાય વિદ્યાર્થીઓએ યુનિ.ને પરીક્ષા પાછી ઠેલવા રજૂઆત કરી હતી. દરમિયાનમાં યુનિ.એ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ૧૫ દિવસ મોડી પરીક્ષા લેવાનો મહત્ત્વનો નિર્ણંય લીધો હતો. આ ત્રણેય સેમેસ્ટરની પરીક્ષાઓ આગામી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે.
એક જ દિવસે યુનિ. અને બેંકની પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ
ગુજરાત યુનિર્વિસટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આગામી તારીખોમાં યુનિર્વિસટીની પરીક્ષા તથા બેંકની પરીક્ષાની તારીખ ટકરાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. જેથી તેમણે પરીક્ષાની તારીખ બદલવા માટે યુનિર્વિસટીના સત્તાધીશો સમક્ષ માગણી કરી છે. સી.એ.ની પરીક્ષા તથા ગુજરાત યુનિર્વિસટીની પરીક્ષાની તારીખો ટકરાતી હોવાથી વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઇને જ યુનિર્વિસટીની પરીક્ષા ૧૦ દિવસ પાછળ ઠેલવામાં આવી હતી. જેના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ગુજરાત યુનિર્વિસટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આગામી તારીખોમાં યુનિર્વિસટીની પરીક્ષા તથા બેંકની પરીક્ષાની તારીખ ટકરાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. જેથી તેમણે પરીક્ષાની તારીખ બદલવા માટે યુનિર્વિસટીના સત્તાધીશો સમક્ષ માગણી કરી છે. સી.એ.ની પરીક્ષા તથા ગુજરાત યુનિર્વિસટીની પરીક્ષાની તારીખો ટકરાતી હોવાથી વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઇને જ યુનિર્વિસટીની પરીક્ષા ૧૦ દિવસ પાછળ ઠેલવામાં આવી હતી. જેના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
પરીક્ષાની તારીખ બદલવાની રજૂઆત આવે છે પરંતુ યુનિર્વિસટીની પરીક્ષાની તારીખ બદલવાનો પ્રશ્ન જ નથી. કેમ કે ૨૦-૨૫ વિદ્યાર્થી માટે પરીક્ષાની તારીખ બદલાય નહીં. અને સ્પર્ધાત્મક પરીક્ષા તો સતત આવ્યા જ કરે છે. -ડો. એમ. એન. પટેલ, કુલપતિ, ગુજ. યુનિ.