અનુસૂચિત જાતિ (દલિત સમાજ) અને વિકસીત જાતિ (ઓબીસી) માટેની યોજનાઓ સરકારે બનાવી છે. તેમણે કહ્યું હતું કે, ધોરણ૧ થી ૧૦માં ભણતા વિદ્યાર્થીઓને ૨૫૦ થી ૪૦૦ની શિષ્‍યવૃતિમાં વધારો કરી ૫૦૦ થી ૭૫૦ આપવામાં આવશે. જેનો લાભ ૬,૮૨,૦૦૦ વિદ્યાર્થીઓને મળશે. તેમણે એમપણ કહયું હતું કે, અનુસૂચિત જાતિ અને બક્ષીપંચની ગ્રાન્‍ટ ઈન એઈડ છાત્રાલયો અને આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓને માસિક નિભાવ ખર્ચ ૧૦૦૦ થી વધારી ૧૫૦૦ આપવામાં આવશે.પ્રધાને કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને બક્ષીપંચની ગ્રાન્‍ટ ઈન એઈડ છાત્રાલયોના બાંધકામ માટે ૪-૦૦ લાખ અનુદાન ઉપરાંત તેથી વધારાની રૂપિયા ચાર લાખની લોન મેળવે તો ૪ ટકાથી ઉપરનું વ્‍યાજ  સહાય તરીકે સરકાર આપશે. આમ કુલ ૮ લાખ બાંધકામો પેટે આપવામાં આવશે. સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળના તમામ નિગમોને યોજનાકીય કામગીરી માટે ૫૦-૦૦ કરોડની શેરમૂડી આપવામાં આવશે.