ગુજરાત સહિત સમગ્ર દેશની એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી સીમેટનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ મેરિટના આધારે  દેશની અને ગુજરાતની એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત થતિ માહિતિ મુજબ દેશની નામાંકિત ગણાતી એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ  માટે સીમેટ એટલે કે કોમન મેનેજમેન્‍ટ એપ્‍ટિટયૂટ ટેસ્‍ટ લેવામાં આવે છે. ગુજરાતની તમામ એમબીએ-એમસીએ કોલેજો માટે આ ટેસ્‍ટ સ્‍વીકારવામાં આવી છે. વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને સપ્‍ટેમ્‍બરમાં આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ બન્‍્નો પરીક્ષાઓ આપી શકે છે. બન્‍્નો પૈકી પરીક્ષામાં વધારે માર્કસ હોય તેના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ત્‍યારે છેલ્લે ગત ૧૯મી ફેબ્રુઆરીએ સીમેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેનુ પરીણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાંથી અંદાજે ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોવાની શક્‍યતા છે. ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ઓફ ટેકનિકલ એજ્‍યુકેશન દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ તેના મેરિટના આધારે ગુજરાતની તમામ એમબીએ-એમસીએ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મોટાપાયે એમબીએ કોલેજોની બેઠકો ખાલી પડે છે. એઆઈસીટીઈ દ્વારા લેવાતી સીમેટની પરીક્ષામાં પાસ થતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા પછી પણ અનેક બેઠકો ખાલી રહેતી હોય છે. જેના લીધે ગુજરાતની એમબીએ કોલેજનાં સંચાલકોએ પ્રવેશ માટે સીમેટને માન્‍ય ન ગણવાની પણ માગણી કરી હતી. જો કે, કેટલાક સંચાલકોની માંગણી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો ન હોવાથી આ વર્ષે પણ સીમેટના આધારે જ પ્રવેશ ફાળવણી કરવામાં આવશે.