ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર વર્ષમાં કુલ ૨૪૦ દિવસનુ શિક્ષણ કાર્ય ધરાવતાં આગામી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૫ - ૧૬ માટેનુ શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામા આવ્યુ છે. કેલેન્ડર અનુસાર પ્રથમ અને દ્વીતીય એમ બંન્ને સત્રમાં કામકાજના કુલ ૧૨૧ દિવસો નિયત કરવામા આવ્યા છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રવિવારની રજા સિવાય ૮૦ રજાઓ માણવા મળશે. બંન્ને સત્રમાં એક એક સ્થાનિક રજા બાદ કરતાં વર્ષ દરમિયાન ૨૪૦ દિવસનુ શિક્ષણકાર્ય થશે. ધોરણ ૧૧ - ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૨ અને ૪માં જે રજાઓનો લાભ મળતો હતો તે હવે સેમેસ્ટર ૧ અને ૩માં નહી મળે. જે સમગ્ર સમયપત્રકની ધ્યાન આકર્ષક બાબત છે.
  • જૂનથી પ્રથમ સત્રનો પ્રારંભ, ૯ નવેમ્બરથી દિવાળી વેકેશન
આગામી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૫ - ૧૬ દરમિયાન પ્રથમ સત્રનો પ્રારંભ તા. ૮મી જૂનના સોમવારે શરૂ થઈ તે આગામી ૧૧મી નવેમ્બરે પુરૂ થશે. પ્રથમ સત્ર ૧૨૧ દિવસનુ રહેશે. પરંતુ એક સ્થાનિક રજા બાદ કરતાં આ સત્ર દરમિયાન કુલ ૧૨૦ દિવસ શૈક્ષણિક કાર્ય થશે. પહેલા સત્રમાં માર્ચ - ૧૫મા લેવાયેલી બોર્ડની પરીક્ષામાં એક વિષયને લાયક વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે. તા. ૫થી ૧૪ ઓક્ટોબર દરમિયાન પ્રથમ કસોટી યોજાશે. ત્યારબાદ ૨થી ૭ નવેમ્બર દરમિયાન ધોરણ ૧૧ - ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની સેમ. ૧ અને ૨ની પરીક્ષા યોજાશે. ત્યારબાદ તા. ૯મી નવેમ્બરથી ૨૧ દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ તે તા. ૨૯મી નવેમ્બરના રોજ પુરૂ થશે.

  • માર્ચ - ૨૦૧૬ થી બોર્ડની ધોરણ ૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ થશે :સાયન્સના વિદ્યાર્થીઓને સેમ. ૨-૪ ની જેમ ૧-૩ માં રજાનો લાભ નહીં મળે
તે પછી તા. ૩૦મીથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, જે પહેલી મે સુધી ચાલશે. બીજા સત્રમાં પણ એક દિવસની સ્થાનિક રજા બાદ કરતાં ૧૨૦ દિવસનુ શિક્ષણકાર્ય થશે. બીજા સત્રમાં તા. ૧થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સ્કૂલોમાં પ્રિલિમનરી પરીક્ષાઓ યોજાશે. ત્યારબાદ તા. ૧૧થી ૧૩ ફેબ્રુઆરીમાં પ્રખરતા શોધ કસોટી યોજાશે. તા. ૧૭થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન શાળાઓ દ્વારા લેવાતી દસમાની મરજીયાત વિષયોની પરીક્ષા યોજાશે. ચાલુ વર્ષે ૮થી ૨૨મી માર્ચ દરમિયાન બોર્ડે ધોરણ ૧૦ - ૧૨ની પરીક્ષાનુ આયોજન કર્યુ છે. આ પરીક્ષાઓ પૂરી થતાં જ ૨૮મી માર્ચથી ૨ એપ્રિલ દરમિયાન સાયન્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થયા બાદ ૪ એપ્રિલથી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓની મોસમ જામશે. ત્યારબાદ તા. ૨જી મેથી રાજ્યની તમામ શાળાઓમાં ૩૫ દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. બંન્ને સત્રમાં ૧૧ - ૧૧ મળી કુલ ૨૨ જાહેર રજાઓ માણવા મળશે.
 સમય પત્રક એક નજરે
પ્રથમ સત્ર
સત્રનો પ્રારંભ       તા. ૮મી જૂન
પૂરક પરીક્ષા         તા. ૮થી ૧૧ જૂલાઈ
પ્રથમ કસોટી        તા. ૫થી ૧૪ ઓક્ટોબર
સેમેસ્ટર ૧,૩ની પરીક્ષા      તા. ૨થી ૭ નવેમ્બર
સત્રની સમાપ્તિ    ૮મી નવેમ્બર
દિવાળી વેકેશન     તા. ૯મી નવેમ્બર
પ્રથમ સત્રમાં જાહેર રજા      ૧૧
દિવાળી વેકેશનની સમાપ્તિ             ૨૯ નવેમ્બર
પ્રથમ સત્રના કુલ દિવસ      ૧૨૧
બીજુ સત્ર
સત્રનો પ્રારંભ       તા. ૩૦મી નવેમ્બર
સ્કૂલોમાં પ્રિલિમનરી પરીક્ષા             ૧થી ૧૦ ફેબ્રુુઆરી
પ્રખરતા શોધ કસોટી          તા. ૧૧થી ૧૩ નવેમ્બર
શાળાએ લેવાની બોર્ડની પરીક્ષા         તા. ૧૭થી ૨૦ ફેબ્રુઆરી
ધો. ૧૦ - ૧૨ની બોર્ડની પરીક્ષા       તા.૮ થી ૨૨ માર્ચ
ધો. ૧૧ના બીજા સેમ.ની પરીક્ષા       તા. ૨૮ માર્ચથી
શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ           તા. ૪ એપ્રિલથી
બીજા સત્રમાં જાહેર રજા      કુલ ૧૧
સત્રની સમાપ્તિ    તા. ૧મે ૨૦૧૬
બીજા સત્રના કુલ દિવસો     ૧૨૧
સમગ્ર વર્ષમાં ૮૦ રજા માણવા મળશે
જાહેર રજા           ૨૨
દિવાળી વેકેશન     ૨૧
ઉનાળુ વેકેશન      ૩૫
સ્થાનિક રજાઓ    ૦૨
કુલ રજાઓ          ૮૦
વર્ષમાં ૩૫ દિવસ પરીક્ષા કાર્ય ચાલશે
પૂરક પરીક્ષા         ૦૪
પ્રથમ કસોટી        ૧૦
સેમ.૧-૩ની પરીક્ષા           ૦૬
બોર્ડની પરીક્ષા      ૧૫
કુલ પરીક્ષા                       ૩૫