ધોરણ ૧-૫ના નવા પુસ્‍તકોનું ૧૧મી મેથી વેચાણ શરૂ થશે


રાજયમાં આગામી ૮ જૂનથી શાળાના નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્‍યારે આ સત્ર દરમિયાન પાઠયપુસ્‍તની તંગીન સર્જાય તે માટે ગુજરાત પાઠયપુસ્‍તક મંડળ દ્વારા ધોરણ-૧ થી ૧૨ના ગુજરાતી માધ્‍યમના તેમજ ધોરણ ૬ થી ૧૨નાં અન્‍ય માધ્‍યમનાં પાઢયપુસ્‍તકોનું વેચાણ ૧૫ એપ્રિલથીજ શરૂ કરી દેવામાં આવેલ છે. ત્‍યારે જૂન- ૨૦૧૫થી નવા અભ્‍યસક્રમ મુજબ અમલમાં આવનાર ધોરણ-૧ થી ૫નાં માધ્‍યમના પુસ્‍તકોનું વેચાણ પણ આગામી ૧૧ મે થી શરૂ કરી દેવામાં આવશે. અત્‍યારે રાજયના તમામ જિલ્લા વિતરકોને તેમની જરૂરિયત મુજબના પાઠયપુસ્‍તકોના વેચાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે તેમ છતાં કોઈ વિદ્યાર્થી કે વાલીઓને છુટક વિકેતા પાસેથી પાઠયપુસ્‍તક ન મળે તો તેઓ અમદાવાદ અને ગાંધીનગર સ્‍થિત રાજય શાળા પાઠયપુસ્‍તક મંડળના ડેપો ખાતેથી પોતાના પાઠયપુસ્‍તકો મળવી શકશે. આ ઉપરાંત નવા અભ્‍યાસક્રમનાં પાઠયપુસ્‍તકો પણ વિદ્યાથીઓ સુધી સમયસર મળી રહે તેવું આયોજન રાજય શાળા પાઠયપુસ્‍તક મંડળ દ્વારા કરવામાં આવ્‍યું છે તેમ છતાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્‍તક સંબધીત કોઈ મુશ્‍કેલીનો સામનો કરવો પડે તો તે ટેલીફોન નંબર ૦૭૯૨૩૨૩૫૨૬૨ ઉપર રાજય શાળા પાઠયપુસ્‍તક મંડળનો સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે શૈક્ષણીક સત્ર શરૂ થવા છતાં અનેક વિદ્યાર્થીઓ સુધી પાઠયપુસ્‍તકો ન પહોચ્‍યા હોવાની વ્‍યાપક ફરીયાદો ઉઠવા પામી હતી. જેનાં પગલે રાજય શાળા પાઠયપુસ્‍તક મંડળે ચોમેરથી ટીકાઓનો સામનો કરવો પડયો હતો. ત્‍યારે આ વખત પાઠયપુસ્‍તક મંડળ દ્વારા પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહ્યો છે. 
   ક્‍યાં પાઠયપુસ્‍તક બદલાશે
            અમદાવાદ,તા.૨૯
   ધોરણ  વિષય  માધ્‍યમ
          વાચનમાળા     અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
          વાચનમાળા     અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            કુંજન   અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
          વાચનમાળા     અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            ગણિત  અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            મારી આસપાસ  અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
          વાચનમાળા     અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            ગણિત  અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            અમારી આસપાસ        અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
          વાચનમાળા     અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            ગણિત  અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ
            સૌની આસપાસ અંગ્રેજી, હિન્‍દી, મરાઠી, સિંધી, ઉદુ