સીબીએસઈ ધોરણ ૧૦નું પરિણામ ૨૧મીએ જાહેરસેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા માર્ચ ૨૦૧૫માં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આળી હતી જેમાંથી ધોરણ ૧૦નું પરિણામ ૨૧મી મેના રોજ જાહેર કરવામાં આવશે જ્‍યારે  ધોરણ ૧૨ના પરિણામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી જો કે આ પરીણામ આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્‍યું છે.

   પ્રાપ્ત થતી માહિતી મુજબ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લીધે બે મહિના જેટલો સમય થયો છે ત્‍યારે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક પરિણામની રાહ જોઇ રહ્યા છે. ત્‍યારે સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦નું પરીણામ આગામી ૨૧ મેના રોજ જાહેર કરવામા આવનાર છે આ પરીણામને વિદ્યાર્થીઓ સીબીએસીની સત્તાવાર વેબસાઈટ પર ૨૧મી મેના રોજ સવારે ૧૦ કલાકથી નિહાળી શકશે ધોરણ ૧૦માં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૩.૩૭ ટકા જેટલા વિદ્યાર્થીઓનો વધારો નોધાયો હતો એટલે કે ચાલુ વર્ષે કુલ ૧૩,૭૩,૮૫૩ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી જેમાં ૮,૧૭,૯૪૧ વિદ્યાર્થીઓ અને ૫,૫૫,૯૧૨ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે જેમના ભવિષ્‍યનો નિર્ણય ૨૧મી ના રોજ થશે બીજી બાજુ ધોરણ ૧૨નું પરિણામ પણ  તૈયાર કરી લેવામાં આવ્‍યું છે અને આપરિણામ મેના અંતિમ સપ્તાહમાં એટલે કે ૨૭ અથવા ૨૮ મેના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્‍યતા છે. જો કે, સીબીએસઇ દ્વારા સમગ્ર પરિણામ એક સાથે જાહેર કરવાની જગ્‍યાએ ત્રણ અલગ અલગ તબક્કામાં જાહેર કરાશે જેમાં પ્રથમ ચેન્‍્નાાઈનું પરિણામ જાહેર કરાશે. ત્‍યારબાદ પટના અને ભુવનેશ્વરનું પરિણામ જાહેર કરાશે તો ઓલ ઇન્‍ડિયાનું પરિણામ ૨૭મી મેના રોજ જારી કરાય તેવી શક્‍યતા છે. સીબીએસઇનું પરિણામ વોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે.

   ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ દ્વારા લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં ૧૩૭૭૫૮૩ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા જ્‍યારે ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૦૪૦૩૬૮ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા જેઓ બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.