ગુજકેટના પરિણામ જાહેર કરવા સામે સ્ટેની અરજી ફગાવતી હાઇકોર્ટ
અમદાવાદ, તા. ર૬ : મેડીકલમાં પ્રવેશ માટે ગુજકેટના પરિણામો ભૂલને કારણે પરિણામ જાહેર કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.
મેડિકલમાં
પ્રવેશ માટે ગુજકેટના પરિણામો ર૮મી મે એ જાહેર થવાના છે, ત્યારે
બાયોલોજીના પેપરમાં આન્સર કીમાં ભૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને અન્યાય
થઇ શકે છે તેથી આ ભુલ સુધાર્યા બાદ જ પરિણામો જાહેર કરવામાં આવે અને ત્યાં
સુધી પરિણામ જાહેર કરવા સામે સ્ટે આપવામાં આવે તેવી માંગ ગુજરાત
હાઇકોર્ટે ફગાવી દીધી છે. પરિણામો આવ્યા પહેલા પરિણામ ભુલ ભરેલું આવશે
તેવો દાવો પ્રી મેચ્યોર હોવાનું કહીને હાઇકોર્ટે પિટિશન ફગાવી છે, જો કે
પરિણામો જાહેર થાય બાદ વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનું લાગે તો તેઓને
ફરીથી પિટિશન કરવાની છુટ આપવામાં આવ્યા છે.