ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ કોલેજમાં પ્રવેશ માટે હાલ ફોર્મ અને પીનનંબરનું વિતરણ શરૂ કરી દેવાયું છે. આગામી તા.૫મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું કોમન મેરિટ ગણાશે. કુલ બેઠકોમાંથી ૯૫ ટકા બેઠકો ગુજરાત, સેન્ટ્રલ અને આઇસીએસઇ બોર્ડ માટે અનામત રખાશે.બાકીના ૫ ટકામાં અધર બોર્ડ અને અધર સ્ટેટના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ સિવાયના સેન્ટ્રલ બોર્ડ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને અત્યાર સુધી પ્રોરેટા પ્રમાણે બેઠકો ફાળવવામાં આવતી હતી. હવે પછી ઓનલાઇન સેન્ટ્રલાઇઝ એડમિશનમાં પ્રોરેટા પ્રમાણે નહી પરંતુ કોમન મેરિટ પ્રમાણે બેઠકો ફાળવાશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે ગુજરાત બોર્ડમાંથી અને સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓનું કોમન મેરિટ ગણાશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ૬૦૦માંથી અને સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓના ૫૦૦માંથી એટલે કે કુલ માર્કસમાંથી જે ટકાવારી મેળવી હોય તેના આધારે મેરિટની ગણતરી કરાશે. ૯૫ ટકા પછીની બાકી રહેતી બેઠકો પર અન્ય રાજયોના વિદ્યાર્થીઓ અથવા તો અન્ય દેશના કોઇ વિદ્યાર્થીઓ હોય તેમને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પર્સન્ટાઇલ પ્રમાણે મેરિટ ગણીને કાર્યવાહી કરાઈ રહી છે. પરંતુ કોમર્સ સહિતના પાંચ કોર્સમાં ટકાવારીના આધારે મેરિટની ગણતરી કરાશે. ઓનલાઇન એડમિશનની સમજ આપવા માટે આગામી તા.૧લીએ જે.જી. સ્કૂલ, ગુલાબ ટાવર ખાતે સેમિનાર રાખવામાં આવ્યો છે. ઓનલાઇન સેન્ટ્રલાઇઝ એડમિશનમાં કોઇપણ કોલેજમાં મેનેજમેન્ટ કવોટા કે એનઆરઆઇ કવોટાની બેઠકો અનામત રાખવામાં આવી નથી.
======================================================================
શિક્ષણ બોર્ડ દ્વારા ૨૮ મેના રોજ સાયન્સ ચોથા સેમેસ્ટર અને ગુજકેટ તથા ૩૦ મેના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે.આ દિવસો દરમિયાન સવારે ૧૧ વાગ્યાથી ફરીથી બાયસેગ મારફતે કારર્કિદી માર્ગદર્શન સેમિનારનું પ્રસારણ કરવામાં આવશે. ૨૦ મેના રોજ બાયસેગના માધ્યમથી કરવામાં આવેલા પ્રસારણનું પરિણામના દિવસો દરમિયાન ૧૧ વાગ્યે પુન: પ્રસારણ કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર મોકલી તાકીદ કરી છે.