ઘણા સ્માર્ટફોન યૂઝર્સ મોબાઇલની બેટરી સમાપ્ત થતાં જ બેબાકળા બની જાય છે. જો ભૂલથી ફોન ઘરે ભૂલી જવાયો હોય તો આખો દિવસ કેવી રીતે પસાર થશે તેની ચિંતામાં વ્યક્તિ અડધો થઇ જાય છે. સંશોધકો કહે છે કે નો-મોબાઇલ ફોન અથવા તો નોમોફોબિયા નામનો આ રોગચાળો વ્યાપક બની રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર મહિલાઓમાં નોમોફોબિયાની સ્થિતિ પુરુષ કરતાં ૩.૬ ગણી જોવા મળે છે. જો કે મહિલાઓને સ્માર્ટ ફોનનું વળગણ આટલું બધું શા માટે હોય છે તે સંશોધકો હજી સમજી શક્યાં નથી.પુરુષો કરતાં મહિલાઓમાં નોમોફોબિયાનું પ્રમાણ ૩.૬ ગણું૧૮-૨૪ વર્ષના ૭૭% યુવાનો મોબાઇલથી અળગા રહી શક્તાં નથીજે વ્યક્તિ પોતાનો ફોન ટર્ન ઓફ કરતાં ખચકાય છે, વારંવાર ફોન ચેક કર્યાં કરે છે, સતત બેટરી ચાર્જ કર્યા કરે છે અને બાથરૂમમાં પણ ફોન સાથે લઇને જાય છે તેને નોમોફોબિયાના લક્ષણો કહી શકાય. અગાઉના અભ્યાસોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ૧૮થી ૨૪ વર્ષના યુવાનોને સૌથી વધુ સ્માર્ટફોનનું વળગણ હોય છે. ૭૭ ટકા યુવાનો થોડી મિનિટો માટે પણ પોતાના સ્માર્ટફોનથી અળગા રહી શક્તાં નથી. વૈજ્ઞાાનિકો કહે છે કે સ્માર્ટફોનથી અળગા રહેવાથી ઉત્પન્ન થતી ચિંતાની સ્થિતિ મોટી સમસ્યા નથી. તેને વખોડી કાઢવી પડે અથવા પ્રતિબંધિત કરવી પડે તેવી પણ નથી. ટેકનોલોજી એટલી આગળ વધી ગઇ છે કે માનવી સતત સ્માર્ટફોન પર આધારિત રહેવા લાગ્યો છે. પરંતુ જ્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર પડે છે ત્યારે વાત વણસે છે.૧૬ કલાકમાં ૧૫૦ વાર ફોન ચેક કરે છેનોકિયા દ્વારા હાથ ધરાયેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાંક સ્માર્ટફોન યૂઝર્સ દિવસના ૧૬ કલાકમાં ૧૫૦ વાર ફોન ચેક કરે છે.સ્માર્ટફોનનો વધુ વપરાશ હાનિકારક બાળકોના વિકાસ, સામાજિક અને સમસ્યાઓ ઉકેલવાની કુશળતા પર અસર સ્માર્ટફોનના કારણે આંખો બગડે છે ફોનની બ્લૂ લાઇટ ઊંઘના અંતસ્ત્રાવમાં ઘટાડો કરે છે શરીરના સ્ત્રાવો પર પણ અસર થતાં વજન વધે છે

નોમોફોબિયાના રોગીના મહત્ત્વના લક્ષણો
 અન્ય વ્યક્તિની રિંગ વાગે ને પોતાનો ફોન ચેક કરવો અન્ય કોઈને ફોન પર વાત કરતા જોવા અને પોતાનો ફોન ચેક કરવો અજાણ્યા સ્થળે કે મિત્રોના અભાવમાં સતત ફોન ચેક કરવો ગ્રૂપમાં પણ કોઈનો ફોન આવે તો પોતાના ફોન ચેક કરવોે ગૂગલ દ્વારા સવાલોના જવાબ શોધી ન શક્તાં પોતાને અધૂરાં માનવાં લાગે છે નાની માગ પણ પૂરી ન થતાં વ્યક્તિ ચીડિયો બની જાય છે મોબાઇલ ફોન વિના સતત ચિંતામાં રહે છે ફોનની બેટરી ઉતરી નહીં જાય તેવી સતત ચિંતા રહે છે વાઇ-ફાઇ નેટવર્ક સતત શોધતાં રહે છે મોબાઇલ વિના એકલવાયાં થઇ જવાનો ભય સતાવે છે પરિવાર અને મિત્રો સાથેનો સંપર્ક ગુમાવવાની ચિંતા