હજી સુધી ગરીબ વિદ્યાર્થીઓ મફત પાઠ્યપુસ્તકોથી વંચિત
એસસી, એસટી તેમજ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પુસ્તકો સમયસર ન મળતા શિક્ષણ ઉપર પ્રતિકુળ અસરરાજયની શાળાઓમાં ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા એસ સી, એસ ટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકો મફત આપવામાં આવે છે જો કે રાજયની શાળાઓમાં શૈક્ષણીક સત્ર શરૂ થયે એક સપ્તાહ પૂર્ણ થઈ ચુક્યું હોવા છતાં હજુ સુધી શાળાઓને સરકાર તરફથી આ પુસ્તક ફાળવવામાં આવ્યા જ નથી. જેનાં કારણે તમામ વિદ્યાર્થીઓએ પુસ્તકો બજારમાંથી વેચાતા લેવાની ફરજ પડી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મફત પાઠ્યપુસ્તક આપવાની યોજના ફારસરૂપ સાબિત થાય તેવી સ્થિતી છે.  પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજયની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા મફતમાં પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. માત્ર એસ સી અને એસ ટી કેટેગરી નહીં પરંતુ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ આ પુસ્તકોનો લાભ આપવામાં આવે છે. નિયમ મુજબ શાળાઓ શરૂ થાય તે પહેલા આ પાઠય પુસ્તોકોનો લાભ આપવામાં આવે છે. નિયમ મુજબ શાળાઓ શરૂ થાય તે પહેલા આ પાઠય પુસ્તકો જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મારફતે શાળાઓને પહોંચતા કરવાના હોય છે.જેથી શાળાઓ શરૂ થતાની સાથે જ આ પાઠ્ય પુસ્તકોનું અનામત કેટેગરીનાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરી શકાય. જેથી કરીને તેમણે બજારમાંથી નાણા ચુકવીને પાઠ્યપુસ્તકો ખરીદવાની ફરજ ન પડે. જો કે દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ શાળાઓ શરૂ થયે એક સપ્તાહનો સમય થવા છતાં આજ દિવસ સુધી શાળાઓને આ પાઠય પુસ્તકો મળ્યા જ નથી. રાજયનાં અંતરીયાળ જિલ્લાઓની વાત તો દુર રહી પાઠય પુસ્તક મંડળની ઓફિસની બાજુમાં આવેલા અમદાવાદ અને ગાંધીનગર શહેરની શાળાઓમાં પણ હજુ સુધી આ પાઠય પુસ્તકો આપવામાં આવ્યા નથી. જેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓએ બહારથી રૂપિયા ખર્ચીને પુસ્તકો ખરીદવાની ફરજ પડી રહી છે. ત્યાર રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા હજી ટૂંક સમયમાં પાઠ્યપુસ્તકો શાળાઓમાં પહોંચાડી દેવાની ખાત્રી આપવામાં આવી રહી છે જો કે વિદ્યાર્થીઓ બજારમાંથી પાઠ્યપુસ્તકો ખરીદી રહે પછી પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી શાળા શરૂ થયાનાં એક મહીના બાદ વિદ્યાર્થીઓ ઉધી પહોંચે છે. જો કે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બજારમાંથી પાઠ્યપુસ્તકો ખરીદી લીધા હોવાથી આ યોજના માત્ર ફારસરૂપ બની રહી છે