રાજસ્થાનમાં ફિક્સ વેતન બંધ, ગુજરાતમાં ક્યારે?
પાડોશી
રાજ્ય રાજસ્થાનમાં અનેક આર્થિક અને ભૌગોલિક મુશ્કેલીઓ છતાં પણ ત્યાંની
ભાજપ સરકારે ફિક્સ વેતને નોકરીના સિદ્ધાંતની ભૂલો સ્વીકારી લીધી છે. બે
દિવસ પહેલા જોધપુર હાઈકોર્ટે રાજસ્થાન સરકારને ફિક્સ વેતન બંધ કરીને
પ્રોબેશન પિરિયડમાં કર્મચારીઓને પૂરો પગાર આપવાનો આદેશ કર્યો હતો. જેથી હવે
ગુજરાતની ભાજપ સરકાર ઉપર નૈતિકતાના આધારે પોતાને ત્યાં આ સિસ્ટમથી યુવાનો
અને તેના આધારિત સમાજનું શોષણ બંધ કરવાનું દબાણ સર્જાયું છે.
ગુજરાતમાં તો વર્ષ 2011માં રાજ્યની વડી અદાલતે સરકારને યુવાનોનું શોષણ કરતી
ફિક્સ વેતન સિસ્ટમ બંધ કરીને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા
આદેશ આપ્યો હતો. આ પ્રથાની આકરી ટીકા પણ કરી હતી. જો કે, તત્કાલીન સમયે
સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં
પડકાર્યો હતો. આથી, 4 વર્ષ પછી પણ તેનું નિરાકરણ આવ્યું નથી. ઊલટાનું આ
દરમિયાન શિક્ષક, તલાટીથી લઈને એન્જિનિયર, નાયબ મામલદાર, આઈટીઆઈ ઈન્સ્ટક્ટર
જેવી સેંકડો જગ્યા માટે રૂ.5,700થી લઈને રૂ.12,800 સુધીના ફિક્સ વેતને ભરતી
કરી છે. તેમાં પણ અનેક ગોટાળા અને કૌભાંડો બહાર આવ્યાં છે. હવે જ્યારે
રાજસ્થાનની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ સુનીલ અંબાવાની અને ન્યાયમૂર્તિ
વી.એસ. સિધરાણાની બેંચ દ્વારા રાજસ્થાન સરકારની 13મી માર્ચ, ૨૦૦૬ની
અધિસૂચનાને ગેરબંધારણીય જાહેર કરતાં ગુજરાતમાં પણ ફિક્સ વેતન હટાવોના
મુદ્દે દબાણ સર્જાઈ રહ્યું છે.http://www.sandesh.com
ગુજરાતમાં તો વર્ષ 2011માં રાજ્યની વડી અદાલતે સરકારને યુવાનોનું શોષણ કરતી ફિક્સ વેતન સિસ્ટમ બંધ કરીને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા આદેશ આપ્યો હતો. આ પ્રથાની આકરી ટીકા પણ કરી હતી. જો કે, તત્કાલીન સમયે સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી, 4 વર્ષ પછી પણ તેનું નિરાકરણ આવ્યું નથી. ઊલટાનું આ દરમિયાન શિક્ષક, તલાટીથી લઈને એન્જિનિયર, નાયબ મામલદાર, આઈટીઆઈ ઈન્સ્ટક્ટર જેવી સેંકડો જગ્યા માટે રૂ.5,700થી લઈને રૂ.12,800 સુધીના ફિક્સ વેતને ભરતી કરી છે. તેમાં પણ અનેક ગોટાળા અને કૌભાંડો બહાર આવ્યાં છે. હવે જ્યારે રાજસ્થાનની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ સુનીલ અંબાવાની અને ન્યાયમૂર્તિ વી.એસ. સિધરાણાની બેંચ દ્વારા રાજસ્થાન સરકારની 13મી માર્ચ, ૨૦૦૬ની અધિસૂચનાને ગેરબંધારણીય જાહેર કરતાં ગુજરાતમાં પણ ફિક્સ વેતન હટાવોના મુદ્દે દબાણ સર્જાઈ રહ્યું છે.http://www.sandesh.com