શિક્ષણનું ખાનગીકરણ ચિંતાજનક,શૈક્ષણિક પ્રવૃતિઓમાં બદલાવ જરૂરીઃ ઓ.પી.કોહલી
કચ્‍છ યુનિવર્સિટીમાં વર્તમાન શિક્ષણ પધ્‍ધતિ સંદર્ભે વિચારો રજુ કરતા રાજયપાલ પોતાના એક દિવસના ટુંકા પ્રવાસે ભુજ આવેલા રાજયપાલ ઓ.પી.કોહલીએ વર્તમાન શિક્ષણ પધ્‍ધતિ સંદર્ભ પોતાના વિચારો નિખાલસ પણે રજુ કર્યા હતા.
   કચ્‍છ યુનિવર્સીટી ખાતે છાત્રો, શિક્ષણ વિદ્રો, કોલેજના અધ્‍યાપકો અને સંસ્‍થાપકો ને સંબાંધન કરતા રાજય પાલ શ્રી કોહલી જણાવ્‍યું હતું કે સમય બદલાઇ ગયો છે. ઝડપ ભેર પરિવર્તન સતત થઇ રહ્યું છે ત્‍યારે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહેલા આપણા ગુજરાતની શૈક્ષણિક પધ્‍ધતિમાં સમગ્ર તથા બદલાવ જરૂરી છે.
   ખાસ કરીને સેલ્‍ફ ફાયનાન્‍સ એટલે કે ખાનગી કોલેજો અંગે પોતાના વિચાર વ્‍યક્‍ત કરતા રાજયના બંધારણીય વડા તરીકે યુનિવર્સીટીઓનાં કુલા ધિપતિ રાજયપાલ શ્રી કોહલીએ શિક્ષણના ખાનગીકરણને ચિંતા જનક ગણાવ્‍યું હતું.
   જેના કારણે મધ્‍ય મવર્ગીય તેજસ્‍વી વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય રૂંધાઇ રહ્યું હોવાની લાગણી રાજય પાલે વ્‍યક્‍ત કરી હતી. કાર્યક્રમમાં કચ્‍છ જીલ્લાના વહીવટીતંત્રના વડાઓ, ઉપરોત કચ્‍છ યુનિવર્સિટીમાં કુલપતિ બીએસ પટેલ સહીતનાં પ્રાધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા હતા.http://www.akilanews.com