આળસુ કર્મચારીઓનો અટકી જશે પગાર વધારો

જે કર્મચારીઓ તેના કામના નિર્ધિરિત માપદંડ અનુસાર વર્ષ દરમિયાન કામ નહીં કરી શકે તેનો પગાર વધારો અટકાવવા તેમજ સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દેવાનો વિકલ્પ આપવામાં આવે! આ પ્રકારના ફેરફાર સાથે ખાસ રિપોર્ટ પગારપંચ દ્વારા તૈયાર કરી નાણામંત્રી અણ જેટલી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ નિયમ અમલમાં મુકી આળસુ કર્મચારીઓને કામ કરતા કરવાની પગારપંચની વિચારણા છે.
નાણામંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલી આ 88 પેજના રિપોટમાં જણાવાયું છે છે, કર્મચારીના કામના પ્રથમ 20 વર્ષમાં એમએસીપીના માપદંડ પર કર્મચારી યોગ્ય રીતે કામ કરતા ન જણાય તો તેમના પગારમાં થતા વાર્ષિક વધારાને અટકાવી દેવામાં આવે. તદ ઉપરાંત આવા કર્મચારીઓને સરકાર સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો પણ વિકલ્પ આપી શકે છે. આ પ્રકારની સમીક્ષા 10માં, 20માં અને 30માં વર્ષમાં કરવામાં આવે જયારે રક્ષાબળમાં આ સમીક્ષા 8માં, 16માં અને 24માં વર્ષમાં કરવામાં આવે તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
પગારપંચની આ રિપોર્ટમાં સા કામ કરનાર કર્મચારીઓને પગાર વધારા ઉપરાંત ખાસ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, સાથે જ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પર લાખ પેન્સનરો માટે પગાર ભથ્થામાં 26.55ના વધારા કરવાની પણ રજૂઆત કરી છે. જો આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી તો તેની અમલવારી જાન્યુઆરી 2016થી કરવામાં આવશે.