ધો.૧૧-૧૨ સાયન્સની ફાઈનલ આન્સર કી જાહેર ઃ ૩૬ માર્કસનું ગ્રેસિંગ જાહેર શિક્ષણ બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કીની ભૂલો સુધાર્યા બાદ

શિક્ષણ બોર્ડ દ્વારા ગત ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી ધો.૧૧-૧૨ સાયસન્સી સેમેસ્ટર ૧ અને ૩ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બાદે આજે ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ છે.જેમાં બોર્ડ દ્વારા અનેક પ્રશ્નોમાં ભૂલો હોવાનું સાબીત થતા સેમેસ્ટર ૧ અને ૩માં મળીને ૩૬ માર્કસનું ગ્રેસિંગ આપવામા આવ્યુ છે.
સેમેસ્ટર ૧માં ૨૭ અને સેમેસ્ટર ૩માં ૩૮ પ્રશ્નો સહિત કુલ ૬૫ પ્રશ્નોમાં ભૂલો હતી,જેમાં અનુક્રમે ૧૫ અને ૨૧ માર્કસનું ગ્રેસિંગ અપાયું છે
આ વખતની સાયન્સની બોર્ડ પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ એમ બંનેમાં સેમસ્ટર ૧ અને ૩ના ફિઝિક્સ ,કેમેસ્ટ્રી અને સૌથી વધુ બાયોલોજીના પેપરોમાં પ્રશ્નોમાં અનેક ભૂલો હોવાની વિદ્યાર્થીઓએ ફરીયાદો કરી હતી.ત્યારબાદ બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ હતી અને સુધારા -વધારા મંગાયા હતા.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં પુરાવા સાથે મળેલી રજૂઆતો બાદ બોર્ડ દ્વારા નિષ્ણાંતોની કમિટી બનાવાઈ હતી અને કમિટી દ્વારા તપાસ કરાયા બાદ આખરે બંને સેમેસ્ટરમાં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં મળીને ૬૫ પ્રશ્નોમાં ભૂલો હોવાનું પુરવાર થયુ છે.જેમાં સેમેસ્ટર ૧માં બંને મીડિયમમાં ૨૭ અને સેમેસ્ટર ૩માં બંને મીડિયમમાં ૩૮ પ્રશ્નોમાં ભૂલો હતી.બોર્ડ દ્વારા સેમસ્ટર ૧ અને સેમેસ્ટર ૩માં અલગ અલગ ૨૦-૨૦ સેટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને અપાયા હતા.આ સેટ  પ્રમાણે કયા પ્રશ્નમાં ભૂલ હતી અને તેની સામે હવે કયા સાચા જવાબ છે તેમજ કયા પ્રશ્નમાં ગ્રેસિંગ અપાયુ છે તે સાથે બોર્ડ દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવાઈ છે.જે મુજબ સેમેસ્ટર ૧માં ગુજરાતી અને અગ્રેજી મીડીયમમાં મળીને કુલ ૧૫ માર્કસનું ગ્રેસિંગ અપાયુ છે જ્યારે સેમેસ્ટર ૩માં બંને મીડિયમના વિદ્યાર્થીઓને ૨૧ માર્કસનું ગ્રેસિંગ મળ્યુ છે.સૌથી વધુ બોયોલોજીમાં બંને સેમેસ્ટરમાં બંને મીડિયમમાં મળીને ૧૭ માર્કસનું ગ્રેસિંગ મળ્યુ છે.મહત્વનું છે કે મોટા ભાગના પ્રશ્નોમાં વિકલ્પો સાચા હતા અને કેટલાક પ્રશ્નોમાં વિકલ્પો તમામ ખોટા અથવા બે સાચા હતા જ્યારે કેટલાક પ્રશ્નોમાં શબ્દોમાં ભૂલો અને આકૃતિઓ ખોટી હોવા સાથે વિદ્યાર્થીઓ ભારે મૂંઝાયા હતા.http://www.gujaratsamachar.com