ધો-11 સાયન્સ સેમેસ્ટર-1ના પરિણામમાં છબરડા, શિક્ષકસંઘે પરીક્ષા કમિટીમાં કરી ફરિયાદજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા ધોરણ-11 સાયન્સ સેમેસ્ટર-1નું પરિણામ આજ બપોરે 12 વાગ્યે જાહેર થઇ ગયુ છે પરંતુ તેમાં ટેકનિકલ ખામીને કારણે અનેક ઘણા છબરડા થયા છે. વાત જાણે એમ છે કે, સંસ્કૃતના માર્ક વેબસાઈટ પર ખોટા દર્શાવાઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખોટી કી અપાઈ જવાના કારણે આ ભૂલ થઈ હોય તેમ માનવામાં આવી રહ્યુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર સંસ્કૃત સિવાય ગણિતના માર્કસમાં પણ આવી ભુલો થઇ છે.
નોંધનીય છે કે, આ છબરડા થયા હોવાને કારણે ધો-11 સેમેસ્ટર-1નું પરિણામ હાલના સમયમાં અટકાવી દેવામાં આવ્યુ છે. પરિણામ જાહેર થયા બાદ આટલી મોટી ભુલ સામે આવતા હાલમાં તેમાં અનેક ઘણાં ફેરફારો થઇ રહ્યા છે. સંસ્કૃત વિષયમાં અનેક વિદ્યાર્થીઓને માત્ર 15થી 20 માર્ક્સ જ જોવા મળ્યા હતા. વાલીઓને આ વાતની જાણ થતા તેઓ રોષે ભરાઇને અનેક જગ્યાઓ પર હોબાળો પણ મચાવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં આ વાતનું નિરાકરણ આવી જશે.જો કે શિક્ષકસંઘે પરીક્ષા કમિટીમાં ફરિયાદ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં 1611 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં 872 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને સફળતા હાંસલ કરી છે. મળતી માહિતી અનુસાર આન્સર કીમાં અનેક છબરડાઓ બહાર આવતા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ બે મહિના બાદ જાહેર થયું છે. http://www.sandesh.com/article.aspx?newsid=3213468