ગ્રાહક સુરક્ષા દિન ઉજવવા મંડળો માટે ખર્ચ મર્યાદામાં રૂ. ૫૦૦૦ વધારો ૨૪ ડીસેમ્‍બરે રાષ્‍ટ્રીય ગ્રાહક દિન

રાજ્‍ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે ગ્રાહક સુરક્ષા મંડળો માટે ગ્રાહક દિનની ઉજવણી માટે રૂ. ૫ હજારની સહાય વધારો કરતો પરિપત્ર સેકશન અધિકારી આર.બી. ચાવડાની તા. ૮ ડીસેમ્‍બરે સહીથી બહાર પાડેલ છે.
   પરિપત્રમાં જણાવાયુ છે કે સરકાર દ્વારા નક્કી થયા પ્રમાણે ગ્રાહક સુરક્ષા મંડળોને ૧૫મી માર્ચ વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી માટે રૂ. ૧૦,૦૦૦ તેમજ ૨૪ મી ડીસેમ્‍બર રાષ્‍ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી માટે રૂ. ૧૦,૦૦૦ ફાળવવામાં આવતા હતા. તેના બદલે ૧૫મી માર્ચ વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી માટેના ખર્ચ પેટે રૂ. ૧૫,૦૦૦ (રૂપિયા પંદર હજાર) તેમજ ૨૪ મી ડીસેમ્‍બર રાષ્‍ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી માટે ખર્ચ પેટે રૂ. ૧૫,૦૦૦ (રૂપિયા પંદર હજાર) ફાળવવાનું ઠરાવવામાં આવે છે. પ્રસ્‍તુત નાણાકીય સહાયની મર્યાદા કરતા થયેલ વધારાનો ખર્ચ જે તે મંડળોએ પોતે ભોગવવાનો રહેશે. આ નાણાકીય સહાય વધારવાથી થનાર વધારાનો ખર્ચ રાજ્‍ય ગ્રાહક કલ્‍યાણ નિધિના વ્‍યાજની આવકમાંથી કરવાનો રહેશેhttp://www.akilanews.com