વેતનપંચની ભલામણોની કેન્‍દ્રમાં થઇ રહેલી સમીક્ષા

વેતનપંચની ભલામણોની કેન્‍દ્રમાં થઇ રહેલી સમીક્ષાવડાપ્રધાન કાર્યાલયે સાતમાં પગાર પંચ પર સમગ્ર દેશમાંથી કર્મચારીઓ તરફથી મળી રહેલી પ્રતિક્રીયા તરફ ધ્‍યાન દોર્યુ છે. પીએમઓને મળેલા પ્રત્‍યાવેદની સબંધીત મંત્રાલયોની પાસે મોકલીને તેની વિધિવત સમીક્ષા કરવામાં આવી રહી છે.અત્‍યાર સુધીમાં અમુક સંગઠનોએ વડાપ્રધાન કાર્યાલય તેમજ કેબિનેટ સચિવને પ્રત્‍યાવેદન આપીને ભલામણો અંગે દુઃખ વ્‍યકત કર્યુ છે. સીએસએસના વર્ગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ પંચની ભલામણો પર કડક મનાઇ ફરમાવી સુત્રોએ કહેવુ઼ પીએમઓ એ વાતથી ચિંતિત છે કે સાતમા પગાર પંચની ભલામણોને ઘણા કર્મચારી સંગઠનોની તરફથી કર્મચારી વિરોધી રીપોર્ટના રૂપે રજુ કરવામાં આવી રહયા છે. આ ભ્રમને દુર કરવા માટે કર્મચારી સંગઠનો સાથે મુલાકાત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સીએસએસ સહિત ઘણા સમુહોએ સાતમાં પગાર પંચ અંગે ચિતા વ્‍યકત કરી છે.
http://www.akilanews.com