નાસાએ મંગળ પર માનવીના સંભવીત રહેઠાણની કલ્પના કરી

- લેન્ડીંગ સાઇટથી માંડીને રહેઠાણ સુધીની ઝલક વિડિયો

- ૫.૫ કરોડ કિમી દૂર આવેલા મંગળ ગ્રહ પર પહોંચતા સાત મહિના જેટલો સમય લાગે છે

 
મંગળ પર જીવન શકય હોવાનું સંશોધન થયા પછી મંગળ પર માનવના વસવાટ અંગે દુનિયામાં ઉત્સુકતા જોવા મળે છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા સમાનવ મંગળ પર ઉતરાયણ માટેની યોજના બનાવી રહી છે. તેના આ ડ્રીમ પ્રોજેકટ જયારે અમલમાં આવે ત્યારે ખરો પરંતુ મંગળમાં વસવાટ અંગેની એનમેશન અને વિડીયોના માધ્યમથી પહેલી વાર પરિ કલ્પના કરવામાં આવી છે. મંગળ પર માણસના લેન્ડીંગ સાઇટથી માંડીને ઘર રહેઠાણ વગેરેની ઝલક દેખાડતો વિડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.

નાસાએ પોતાના એનિમેશન વીડિયોમાં એ બધા જ વિસ્તારો દેખાડયા છે જે મંગળ પર જીવતા રહેવા માટે અત્યંત જરુરી છે.જેમ કે ખાવા પીવાની વ્યવસ્થા,ખેતી પાકો ઉગાડવાની ટેકનિક,વીજળી મેળવવા માટે પાવર સેન્ટર અને મોટું સંશોધન કેન્દ્ર જેવી બાબતોનો સમાવેશ થાય છે.
લાલ ગ્રહ મંગળ પર જીવન સંભવનાઓ તલાશવામાં આવી રહી છે ત્યારે આ વિડીયો તથા ફોટોગ્રાફસે સ્પેસ સાયન્સના રસિયાઓમાં ઉત્સુકતા જગાવી છે. અંતરિક્ષમાં ધરતી શિવાય મંગળ પર જીવન શકય બનશે તો તેના પણ શટલ દોડતા થઇ જશે.જો કે મંગળ પર માનવ વસવાટ અંગે હજુ  પણ વધુ સંશોધનો કરવાની જરુરીયાત છે.
કારણ કે મેચાચ્યુસેટ્સના તકનીકી સંસ્થાન એનઆઇટીના વૈજ્ઞાાનિકોને સંશોધનમાં માલૂમ પડયું છે કે લાલ ગ્રહની સ્થિતિ જોતા માણસ ૬૮ દિવસથી વધારે જીવી શકે તેવી શકયતા ઓછી છે. ખાસ કરીને ઓકિસજનનું સ્તર નીચું ઉતરી જાય તેવી સ્થિતિમાં કેવી રીતે ટકવું તે મહત્વનું છે.
હોલેન્ડની કંપની માર્સ વન લાલ ગ્રહ પર ૨૦૨૪ સુધીમાં માણસોની વસ્તી વસાવવા ઇચ્છે છે.આ અંગે ૨ લાખ લોકો પાસેથી આવેદનપત્રો મળેલા જેમાંથી ૧ હજાર લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.પૃથ્વીથી અંદાજે ૫.૫ કરોડ કિમી દૂર આવેલા મંગળ ગ્રહ પર પહોંચતા સાત મહિના જેટલો સમય લાગે છે.