બજેટમાં સાતમાં પગાર પંચ માટે ૭૦ હજાર કરોડની જોગવાઈ

બજેટમાં સાતમાં પગાર પંચ માટે ૭૦ હજાર કરોડની જોગવાઈ
જો સરકાર આ પગારપંચની ભલામણોને યથાવત લાગુ કરશે તો તેના પર ૧.૦૨ લાખ કરોડ રૂપિયા બોજો પડશેઃ જો કે બજેટમાં આંકડાઓ વિશે કોઈ ઉલ્લેખ નથીઃ પગાર પંચની ભલામણોના અનુરૂપે વધારો થયોઃ સરકારનો દાવો
 નવી દિલ્‍હી, તા. ૮ :. સાતમાં પગાર પંચની ભલામણોને અમલમાં લાવવા માટે ૨૦૧૬-૧૭ના બજેટમાં ૭૦,૦૦૦ કરોડ રૂ.ની જોગવાઈ કરવામાં આવી છે. નાણા મંત્રાલયના એક મુખ્‍ય અધિકારીએ આ જાણકારી આપી. જો કે બજેટમાં આ આંકડા વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્‍યો નથી, પરંતુ સરકારના કહ્યા મુજબ સાતમાં પગાર પંચની ભલામણોના અનુરૂપે વધારાને તેમા સામેલ કરવામાં આવ્‍યા છે. સરકારના કહ્યા મુજબ વિવિધ મંત્રાલયો માટે કામચલાઉ વહેંચણી અને બજેટના આંકડા અવિશ્વસનીય છે.
   જો સરકાર સાતમાં પગાર પંચની ભલામણોને લાગુ કરશે તો તેના પર ૧.૦૨ લાખ કરોડ રૂ.નો બોજો પડશે. અધિકારીએ જણાવ્‍યુ કે સાતમાં પગાર પંચ માટે બજેટમાં અંદાજે ૭૦,૦૦૦ કરોડ રૂ.ની જોગવાઈ કરવામાં આવી છે. જેટલો બોજો પડવાની ચર્ચા થઈ રહી છે તેમાંથી ૬૦ થી ૭૦ ટકા સુધીની જોગવાઈ કરી છે.
   તેઓએ કહ્યુ કે, અમે સાતમાં પગાર પંચ પર સચિવોની સમિતિની ભલામણોની રાહ જોઈ રહ્યા છીએ, ત્‍યારબાદ અમે નિર્ણય કરીશું કે વધુ ફાળવણી કરવી છે કે નહી ? બજેટ દસ્‍તાવેજમાં કહેવામાં આવ્‍યુ કે સાતમાં પગાર પંચની ભલામણોને ૧ જાન્‍યુઆરી, ૨૦૧૬ થી લાગુ કરવામાં આવશે. તેના ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં અમલમાં મુકવામાં આવશે. આ ઉપરાંત રક્ષા સેવાઓ માટે ‘વન રેન્‍ક વન પેન્‍શન' યોજનાને લાગુ કરવામાં આવશે.