MBBS, BDS, PG કોર્સની AIPMTની રવિવારની એકઝામ પહેલા તબક્કાની NEET ગણાશે, બીજો તબક્કો 24મી જુલાઈએ: સુપ્રીમનો આદેશ

MBBS, BDS, PG કોર્સની AIPMTની રવિવારની એકઝામ પહેલા તબક્કાની NEET ગણાશે, બીજો તબક્કો 24મી જુલાઈએ: સુપ્રીમનો આદેશ

ગુજરાતમાં પણ અમલ થશે

મેડિકલ માટે આ વર્ષથી જ NEETનો અમલ

# પરિણામ 17મી ઓગસ્ટ સુધીમાં જાહેર કરી દેવાશે   આરોગ્ય મંત્રી
ગુજરાતમાં પણ NEET દ્વારા જ મેડિકલ, ડેન્ટલ અને PGમાં પ્રવેશ અપાશે. પહેલા તબક્કામાં તા.1લીએ જ્યારે બીજા તબક્કામાં 24મી જુલાઇએ NEET લેવાશે. જે વિદ્યાર્થીઓએ NEET માટે ફોર્મ ભર્યા નથી તેઓ બીજા તબક્કામાં પરીક્ષા આપી શકશે.   સુપ્રીમ કોર્ટે આ વર્ષથી જ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)ને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સીબીએસઈને એમબીબીએસ, બીડીએસ અને પીજી કોર્સ માટે બે તબક્કામાં NEET મારફતે પ્રવેશ આપવા માટે કહી દીધું છે. એપેક્સ કોર્ટે કહ્યું હતું કે, રવિવારે AIPMTની જે એક્ઝામ થવાની છે તેને પ્રથમ તબક્કાની NEET તરીકે જ માન્ય રખાશે. NEETનો બીજો તબક્કો ૨૪મી જુલાઈએ યોજાશે. પોતાની કોલેજો પર NEET થોપી બેસાડવામાં ન આવે તેવી રાજ્ય સરકારો અને ખાનગી કોલેજોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આજના ઓર્ડર સાથે આવતા મહિનાથી શરૂ થતી તમામ એક્ઝામ કે ટેસ્ટ રદબાતલ થઈ જાય છે. NEETના બંને તબક્કાનું પરિણામ ૧૭મી ઓગસ્ટ સુધીમાં જાહેર કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓએ AIPMT માટે અપ્લાય કર્યું નથી તેમને NEETના ૨૪મી જુલાઈના બીજા તબક્કા માટે તક આપવામાં આવશે, તેમ સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે એકથી વધુ ટેસ્ટ મેડિકલ કોર્સ માટે લેવામાં આવી રહ્યા છે તેના બદલે એક જ નેશનલ એલિજીબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)નો જ માર્ગ મોકળો થવો જોઈએ. NEETને ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે જ ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી હતી. પોતાના જ આદેશને ૧૧મી એપ્રિલે પાંચ જજોની બંધારણીય બેન્ચે રિકોલ કર્યો હતો અને જ્યાં સુધી કોર્ટ બીજો આદેશ ન કરે ત્યાં સુધી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હાથ ધરવા માટે કહ્યું હતું. જોકે, NEETને પુન: શરૂ કરવાના આદેશ છતાં તેનો અમલ ન થતાં એનજીઓ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એડવોકેટ અમિત કુમારે એનજીઓ વતી સુપ્રીમના ન્યાયાધીશો એઆર દવે, શિવકીર્તિ સિંહ અને એકે ગોયલ સમક્ષ એવી દલીલ કરી હતી કે કેન્દ્ર, એમસીઆઈ અને સીબીએસઈ કોર્ટના આદેશનો અમલ કરી રહ્યાં નથી. તેના કારણે વિદ્યાર્થીઓને સમગ્ર દેશમાં એડમિશન માટે કુલ ૯૦ જેટલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે ફરજ પડી રહી છે. જે વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ મેળવવો હોય તેણે આ પ્રકારની એક્ઝામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને તેમાંના મોટાભાગના ટેસ્ટ યોગ્ય રીતે હાથ ધરાતા હોતા નથી. NEETના અમલ માટે કોઈ પોતાની રીતે તૈયારી બતાવતું ન હોવાથી હવે એપેક્સ કોર્ટે જ આ આદેશ આપવો જોઈએ. બેન્ચ તે પછી આદેશ આપવા માટે તૈયાર

થઈ હતી