૧૭ વર્ષ પૂરા ન કરનાર વિદ્યાર્થી આ વર્ષથી ગુજકેટ નહીં આપી શકે
- MCIના આદેશ મુજબ ૩૧ ડિસેમ્બરે
- ડોમિસાઈલ સર્ટી સહિતના ત્રણથી ચાર નિયમોમાં ફેરફાર કરાયો

મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા ડોમિસાઈલ સર્ટી સહિતના ત્રણથી ચાર નિયમોમાં ફેરફાર કરાયો
અમદાવાદ,સોમવાર
મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આગામી વર્ષથી મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશને લઈને નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કરાયા છે,જે મુજબ એમસીઆઈના આદેશને પગલે મેડિકલ પ્રવેશ સમિતિએ આ વર્ષથી ૩૧મી ડિસેમ્બરે ૧૭ વર્ષ પુરા ન કરનાર વિદ્યાર્થીને ગુજકેટ નહી આપવા દેવાનો નિયમ કર્યો છે.આ ઉપરાંત અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.
અત્યાર સુધી મેડિકલ-પેરામેડિકલ પ્રવેશમાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા બાદ વિદ્યાર્થીને ૧૮માં વર્ષમાં પ્રવેશ વગર પણ ગુજકેટ આપવા દેવાતી અને ૧૮ વર્ષ પુરા થયે મેડિકલ,ડેન્ટલ તથા પેરામેડિકલમાં પ્રવેશ અપાતો.પરંતુ એમસીઆઈએ આવી છુટ આપવા પર પ્રતિબંધ મુકીને નવો નિયમ કરતા ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિએ પણ શિક્ષણ બોર્ડને લેખિતમાં જાણ કરી દીધી છે કે હવેથી ૩૧મી ડિસેમ્બરે ૧૭ વર્ષ પુરા કરનાર વિદ્યાર્થીને જ ગુજેકટ આપવા દેવી અને ફોર્મ ભરવા દેવુ.આમ આગામી ૧૦મીમેના રોજ લેવાનારી ગુજકેટ પણ ૧૭ વર્ષ પુરા કરનાર વિદ્યાર્થીએ જ આપવાની રહેશે અને તે પ્રમાણે જ બોર્ડે ફોર્મ ભરાવ્યા છે.આ ઉપરાંત ગત વર્ષે રાજ્ય સરકારે એનઆરઆઈ બેઠકો માટે લોકલ વિદ્યાર્થીઓને ફાયદો આપતા ડોમિસાઈલ સર્ટીફીકેટનો જે નિમય કર્યો હતો તે પણ આ વર્ષે એક્ટમાંથી હાઈકોર્ટના આદેશના પગલે કાઢી નખાશે.જ્યારે અન્ય એક મહત્વના નિયમમાં ફેરફાર મુજબ હવેથી પ્રવેશ સમિતિ જે તે કોલેજને રાઉન્ડ પુરા થયા બાદ જે રીતે બેઠકો ભરવાની મંજૂરી આપતી હતી તે રીતે નહી આપે      http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-students-who-have-not-completed-17-years