ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ બે વખત હેક થતાં ખળભળાટ

♨♨♨ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ બે વખત હેક થતાં ખળભળાટ
- ધો.૧૨ સાયન્સ અને ગુજકેટના પરિણામ પૂર્વે
- બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ કરાશે

વેબસાઈટ આખો દિવસ બંધ રહેતાં વિદ્યાર્થીઓ ગુજકેટની આન્સર કી પણ ન જોઈ શક્યા
અમદાવાદ,શનિવાર
ધો.૧૨ સાયન્સ અને ગુજકેટના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈ હેક કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. બોર્ડના જણાવ્યા પ્રમાણે અજાણ્યા હેકર્સ દ્વારા ગઈકાલે રાતે તેમજ આજે બપોરે એમ બે વાર વેબસાઈટ હેક કરી દેવાઈ હતી.હેકિંગને પગલે વેબસાઈટ પરનો તમામ ડેટા લઈને હાલ વેબસાઈટ બંધ કરી દેવાઈ છે.બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા હજુ ગઈકાલે જ ધો.૧૨ સાયન્સના બી ગુ્રપના વિદ્યાર્થીઓની લેવાયેલી ગુજકેટ પરીક્ષાની આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકાઈ હતી. ગઈકાલે રાતે આન્સર કી મુકાયાના થોડા કલાકો બાદ જ મોડી રાતે વેબસાઈટ હેક કરી  સવારે ફરી વેબસાઈટ ચાલુ કરી દેવાઈ હતી.પરંતુ બપોરે ફરીથી વેબસાઈટ હેક થતા બોર્ડે વેબસાઈટ બંધ કરી દીધી હતી અને ુવેબસાઈટ પરનો તમામ ડેટા કાઢી લઈને વેબસાઈટ રીસ્ટોર પર મુકી દીધી હતી.  આ અંગે બોર્ડના ડેપ્યુટી ચેરમેનનું કહેવુ છે કે ગઈકાલે રાત્રે અને આજે બપોરે એમ બે વાર વેબસાઈટ હેક કરાઈ છે.કોઈ અજાણ્યા હેકર્સ દ્વારા હેક કરી દેવાઈ છે. હાલ અમારા ટેકનિશિયન્સ તપાસ કરી રહ્યા છે કે કઈ રીતે વેબસાઈટ હેક થઈ છે અને કોના દ્વારા કરાઈ છે.હાલ અમે વેબસાઈટ બંધ કરી દીધી છે અને ડેટા પાછો ખેંચી લીધો છે.જો કે વિદ્યાર્થીઓ લક્ષી કોઈ મોટો ડેટા વેબસાઈટ પર હતો નહી. અમે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છીએ અને આવતીકાલ સવાર સુધીમાં વેબસાઈટ રાબેતામુજબ ચાલુ કરી દેવાશે.મહત્વનું છેકે પરિણામ ટાણે જ વેબસાઈટ હેક થતા ભારે તર્ક વિતર્ક ઉભા થયા છે.

આન્સર કીનો વાંધો રજૂ કરવા માટે મુદ્દત વધારી દેવાશે
અમદાવાદ,શનિવાર
ગઈકાલે બોર્ડ દ્વારા ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર જાહેર કરાયા બાદ આજ સવારથી હેક થવાને લીધે વેબસાઈટ બંધ કરી દેવાઈ છે.જેથી અનેક વિદ્યાર્થીઓ તો આન્સર કી જોઈ જ નથી શક્યા.આ વર્ષે ગુજકેટ આપનારા ૬૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે ત્યાર આટલા બધા વિદ્યાર્થીઓ હોઈ અને ગુજરાતી મીડિયમ,હિન્દી અને અંગ્રેજી મીડિયમ એમ ત્રણ માધ્યમમાં આન્સર કી જાહેર કરાઈ હોઈ વિદ્યાર્થીઓને આન્સર કી જોઈને તેનું એનાલીસીસ કરવામા સમય લાગે તે સ્વભાવિક છે.પરંતુ બીજી બાજુ આખો દિવસ બોર્ડની વેબસાઈટ બંધ રહેતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા હતા.બોડના અધિકારીનું કહેવુ છે કે અમે ૧૪મી સુધી વિદ્યાર્થીઓને આન્સર કીમાં જો કોઈ વાંધા જણાય તે તે ઓનલાઈન મોકલવા માટે સમય આપ્યો હતો તેમાં અમે વધારો કરી દઈશું.    http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gujarat-education-board-s-website-hacked