M.Edમાં ૨૩મીથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાઃબેઠકો ખાલી રહેશે
- બીએડની સાથે જ ગુજરાત યુનિ.દ્વારા
- પ્રથમવાર ઓનલાઈન પ્રક્રિયા થશેઃ બીએડ બે વર્ષનો થતા આ વર્ષે એમએડના નવા વિદ્યાર્થીઓ નહી આવે

અમદાવાદ,શુક્રવાર
એમ.એડમાં આ વર્ષે પ્રથમવાર ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર છે.બીએડ સાથે જ એમએડમાં પણ ૨૩મીથી જ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

એમ.એડમાં આ વર્ષે ગુજરાત યુનિ.માંથી કેટલીક કોલેજો ગુરૃગોવિંદ યુનિ.માં ભળી જતા હવે ગુજરાત યુુનિ.માં ૧૦ જેટલી કોલેજ રહી છે.જેમાં ગત વર્ષથી લાગુ થયેલા એનસીઈઆરટીના રૃલ્સ મુજબ દરકે કોલેજને ૧૦૦ને બદલે ૫૦ બેઠકો ભરવાની છે ત્યારે ૫૦૦ બેઠકો માટે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર છે.જો કે મહત્વનું છે કે બીએડ બે વર્ષનો કરી દેવાયો હોઈ આ વર્ષે બીએડના વિદ્યાર્થીઓ પાસ થઈને નીકળશે જ નહી જેથી ફ્રેશ વિદ્યાર્થીઓ ન મળતા એમએડમાં બેઠકો