| દેશને
ઘમરોળતા રાજકીય પકડદાવમાંથી થોડું ઘરમાં ધ્યાન આપીએ તો જણાશે કે આજના
સ્પર્ધાત્મક યુગમાં આપણાં બાળકો અને યુવાનોમાં ઍક્ઝામ્સનું ટેન્શન હવે એ
હદે દબાણ સર્જી રહ્યું છે કે એ જીવન ટૂંકાવવા સાવ સહજતાથી તૈયાર થઇ જાય છે.
12 વર્ષના છોકરડાને વાત-વાતમાં alt147જવા દોને યાર... આ લાઇફથી કંટાળી ગયો
છુંalt148 કહેતાં સાંભળ્યો ત્યારે ચહેરા પર સ્મિત સાથે ચિંતાની રેખાઓ ઉપસી
આવી. એક મિત્રને સાયન્સમાં નહોતું જવું છતાં પપ્પા-મમ્મીના દબાણથી વિજ્ઞાન
પ્રવાહમાં તણાઇ 12th Scienceની ઍક્ઝામ આપી. આ બધાંથી વધુ એને શતરંજનું
પૅશન હતું અને એમાં નેશનલ લેવલે જવું હતું. કમનસીબે ઍક્ઝામ પછી પણ મા-બાપે
આગળની ઍક્ઝામ્સ પર ફોકસ કરવા રોજ પ્રેશર કર્યા કર્યું, ત્રાસ એટલો વધી ગયો
કે એ ડિસ્ટર્બન્સમાં ચેસની ટુર્નામેન્ટના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સામાન્ય
હરિફથી હારી ગયો. આ હાર એટલી દિલ પર આવી ગઇ કે રાત્રે એણે બાથરૂમમાં કાંડા
પર બ્લેડ્સ મારી દીધી. લોહીના ખાબોચિયાંથી ઊડેલા છાંટા સવારે પૂરા પરિવાર
પર વજ્રાઘાતરૂપે પડ્યા. અઠવાડિયા પછી 12thનું રીઝલ્ટ આવ્યું ત્યારે
મા-બાપની હુકમશાહીનો ભોગ બનેલો એ બ્રાઇટ સેન્સેટિવ યંગી સ્ટેટબોર્ડમાં 87%
સાથે ઉત્તીર્ણ થયેલો. ગમે એટલા કલ્પાંતથી એ પાછો આવવાનો નહોતો, એની શતરંજી
ચાલ રોકી ન હોત તો એ બન્ને રીતે સફળ થઇ સ્ટેટથી નેશનલ લેવલે પહોંચી શક્યો
હોત! સરપ્રાઇઝીંગ્લી ઍક્ઝામ પ્રેશરના ડિપ્રેશનનો આ રેશિયો શ્રીમંત અને શિક્ષિત કબીલાઓમાં વધુ જોવા મળ્યો છે. આજ-કાલ સ્માર્ટ ઇન્ડિયામાં કારકિર્દીના દબાણમાં નિષ્ફળતાને નામોશી સમજનારા વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવતા સહેજેય અટકતા નથી અને આ પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ઍંક્ઝાઇટી, હાઇ-ઍક્સ્પેક્ટેશન્સ, એચિવમેન્ટના પ્રેશરને લીધે માનસિક સમતુલા ગુમાવી ચૂકેલા 15-29ની વયના યુવાનોમાં પ્રેશર હેન્ડલ કરવાની પુખ્તતા હોતી નથી. આ મહિને રાંચીની આકૃતિ સિંધે આ દબાણને લીધે એક્ઝામમાં ચીટિંગ કર્યું, પકડાઇ અને ટીચર્સ-પેરેન્ટ્સના પનીશમેન્ટની બીકે આત્મહત્યા કરી. મેડિકલ ઍન્ટ્રેન્સ ઍક્ઝામના દબાણમાં કોટાની નીધિ કુમારી ઘરના પંખે લટકી ગઇ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ દરવર્ષે અંદાજે 150થી 200 વિદ્યાર્થીઓ ઍક્ઝામ્સના પૅનિકમાં આત્મહત્યા કરે છે. તાત્પર્ય એ છે કે એ કુમળા માનસનું સઢ સાચી દિશામાં ફેરવવા શિક્ષકો અને વાલીઓ જ પરિવર્તન લાવી શકે. બાળકમાં આત્મવિશ્વાસ જગાવી પુત્ર-પુત્રીઓને પોતાને ગમતા ફિલ્ડમાં પરાણે ઝૂલસતું ચુંબકીય દબાણ રોકી શકે. કોમ્પ્રોમાઇઝ કરતો એ વિદ્યાર્થી પછી ક્યાં સુધી એ નીરસતા જીવનમાં વેઠી શકશે/ સંતાનો કંઇ વિચારે એ પહેલાં અબૉવ 90% માર્કસના ભૂતનો વળગાડ તય કરી ચૂકેલા, કારકિર્દીની અફાટ તકો વિશે ન જાણતાં એ મા-બાપો દુનિયાની બીક બતાવી પોતાના ઉછેરને વસૂલતા હોય એમ alt147મેં કહ્યું એ જ કરવાનુંalt148નો મંત્ર રટાવી-રટાવીને સંતાનને ડરપોક બનાવી દેતાં હોય છે, આ કેળવણી નથી કે નથી સ્વતંત્રતા! બાળકોને મુક્તપણે વિહરવા દેવા દરેક પેરેન્ટે એ ખાતરી આપવી પડે કે સારું પર્ફોમન્સ નહીં આવે તોય કંઇ સત્યનાશ વળી જવાનું નથી. ઇન્સ્ટેડ રોજે-રોજ એમના વિચારોમાં રસ લઇ ડિસ્કસ કરે તો જાણી શકાશે કે સંતાન અચાનક શાંત અથવા હિંસક કેમ થયો. વધારામાં ઓન-લાઇન સોશ્યલ નેટવર્કિંગ, મોબાઇલ ગેમ્સને લીધે વધુ એકલા પડી ગયેલા વિદ્યાર્થીઓ પછી ગમે-તે દિશા તરફ વળી શકે છે. ભારતમાં મેન્ટલ હેલ્થ વિશેની જાગૃતતા ઓછી છે. શક્ય છે અવિભક્ત પરિવારોને લીધે બધાં એકબીજા સાથે જોડાયેલા રહેતા અને સમજી શકતા, પણ હવે ન્યુક્લિયર ફેમિલીઝને લીધે એકલતા, વ્યક્તિગતતા, સ્વચ્છંદતાએ ગ્રસી લીધા છે ત્યારે દરેક વાલીની જવાબદારી બેવડાઇ જાય છે. એટલિસ્ટ બાળક-વિદ્યાર્થીનો વર્તાવ, વિચારો, સપનાઓને સમજી શકાય તોય પરિવર્તન આવશે. સામે પક્ષે વિદ્યાર્થીઓએ આ સ્ટ્રેસમાંથી મુક્ત થવા મા-બાપની લાગણીઓ સમજી પોતે જ કેટલાક રસ્તા અપનાવવા જેવા છે. જાતને ઑર્ગેનાઇઝ કરો... એક્ઝામના દિવસોમાં જરૂરી બુક્સ-સ્ટેશનરી સાથે રાખો. ઍક્ઝામ દરમ્યાન હૅવી નહીં, ઍનર્જીવર્ધક ખોરાક લો... ખાલી પેટે તો રહેવું જ નહીં. ફ્રૂટ્સ, પ્રોટિનજન્ય વાનગીઓ તમને વધારે મનદુરસ્ત રાખશે. કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી વાનગીઓ જેમકે રાઇસ, પોટેટોઝ અવૉઇડ કરો. રીલેક્સ રહો... ઍક્ઝામ સિવાય પણ લાઇફ છે એ સ્વીકારો. નરેન્દ્ર મોદી સામાન્ય વિદ્યાર્થી હતા અને અક્ષરો ગરબડિયા હતા, છતાં આજે એ દેશના વડાપ્રધાન છે. લાંબા શ્વાસ લો... નવો પ્રાણવાયુ ઑલરેડી થાકેલા મગજને આરામ આપશે અને તમે નવસર્જન અનુભવશો. ઍક્ઝામ પેપર્સની પ્રેક્ટીસની ટેવ પાડો... પ્રશ્નપત્રોને એકવાર વાંચી આવડતા જવાબો માટે મળેલા સમયનો પ્લાન કરો, જેથી આત્મવિશ્વાસ વધશે અને છેલ્લા દિવસોમાં ક્યાંક કશેક થતી ભૂલથી બચી જશો. કંઇક ભૂલી ગયા હોવ તોય જાતને આરોપીના પાંજરામાં પૂરી કોસવાનું છોડી દો. પૂરતી ઊંઘ લો... ઍક્ઝામ હોય એનો મતલબ એ નહી કે રાતના ઊજાગરા કરવા. સમયનું આયોજન બહેતર સાબિત થશે. ફિઝીકલ ઍક્ટિવિટી કરો... ઍક્સરસાઇઝ તમને તરોતાજા રાખશે. તૈયારી વખતે બ્રેક લેવા મિત્રો-પરિવારજનો સાથે વાત કરો. દરેક પાસે કંઇક એવું છે જે બીજા પાસે નથી. સૌથી બેસ્ટ એટલે ઍક્ઝામ પતી ગયા પછી એ વિશે ચર્ચા કરવાનું ટાળો. મિત્રો-શિક્ષકો-વાલીઓ તમારી ચિંતામાં વધારો કરે એના કરતાં એને ભૂલી જવું. તમે તમારી રીતે પૂરી નિષ્ઠાથી પરિશ્રમ કર્યો હવે એને પરીક્ષક પર છોડી દો. ફરગેટ એવરીથીંગ! રાઇટ/ પૅરેન્ટ્સ પોતાનાં દીકરા-દીકરીને મિત્ર સમજી વ્યવહાર કરે તો મોટાભાગના પ્રશ્નોનો હલ આવી જાય. ચાણક્યે કહ્યું એમ ‘લાલયેત પંગ્જ વર્ષાણિ દશ વર્ષાણિ તાડયેત્ પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રં મિત્રવદાચરેત’ અર્થાત પાંચ વર્ષ સુધી પુત્રને પ્રેમ કરો, દસ વર્ષ સુધી કડકાઇ રાખો પણ 16 વર્ષે તો મિત્ર જ બનાવી લો. ભારતમાં કૂદકે ને ભૂસકે વધતી ગળાંકાપ સ્પર્ધામાં દરેક બાળક સમયાંતરે રમતિયાળ, મસ્તીખોર, બેધ્યાની, નિષ્ફિકરુ હોય પણ એનો અર્થ એ નથી કે એમને જીવનમાં કશું બનવું જ નથી. એને પોતાની મનસૂફી મુજબ કોર્સ કરાવવા માગતાં મા-બાપોએ કિશોરોના મંતવ્યોનો છેદ ઉડાવી દેવાનું ભૂલી જવું પડશે. ઍક્ઝામ સ્ટ્રેસ વિશ્વભરમાં છે... પાશ્વાત્ય વિદ્યાર્થીઓ તો મરજૂઆના, ડ્રગ્સના રવાડે ચઢી પ્રેશર હળવું કરવા ગમે તે હદ સુધી જઇ શકે છે, પણ અહીં તો પૅરન્ટ્સના પ્રેશર કૂકરમાં વિદ્યાર્થીઓ પાસે બફાઇ જવા સિવાય કોઇ માર્ગ હોતો નથી. કરિયર માટે ફિલ્ડ્સની ક્યાં કોઇ કમી છે/ સચિનથી આમિર સુધી 12મું પણ પાસ ન હોવા છતાં ટ્રેન્ડ-સેટર છે. બાળકની આસપાસ ઍક્ઝામ... ઍક્ઝામ... કરીને તાણનું આવરણ રચવા કરતા એવું વાતાવરણ સર્જો જેમાં એ પૂરો ખીલી શકે... ધેટ્સ ઇટ! આંખોમાં સપનાં સજેલાં એ પંખીઓને ફક્ત કિનખાબી આકાશ મળે એની તમન્ના છે, આંખોમાં વારેવારે આવી જતાં ઝળઝળિયાંની નહીં. હવા સે કહ દો ખુદ કો આઝમા કે દિખાયે, બહોત ચિરાગ બુઝાતી હૈ એક જલા કે દિખાયે... |