સીબીએસઈ ધોરણ ૧૨ના ગણિત પેપરને લઇ વિવાદ
વિદ્યાર્થીઓને કળપા ગુણ અપાય તેવી શક્‍યતા : દેશભરની ૩૦૦થી વધુ શાળાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્‍યા બાદ મામલાની તપાસ માટે સમિતિ રચાઈ ગઇઅમદાવાદ, તા.૨૦,સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાઈ રહેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ગણિતનાં પેપરને લઈ વિવાદ સર્જાયો છે. આ પેપર ખૂબ જ અધરું અને અભ્‍યાસક્રમ બહારનું પૂછાયું હોવાની ફરીયાદ દેશભરની ૩૦૦થી વધુ શાળાઓ દ્વારા સીબીએસઈમાં કરવામાં આવી છે.  જેના પગલે સીબીએસઈએ આ મામલાની તપાસ માટે સમિતિની રચના કરીને જરૂર જણાય તો વિદ્યાર્થીઓને કળપા ગુણ આપવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત થતિ માહિતી મુજબ સેન્‍ટ્રલ  બોર્ડ ઓફ સેકેન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા ધોરણ-૧૫ વિજ્ઞાન પ્રવાહમાં લેવામાં આવેલ ગણિતનું પેપર ખુબ  અધરૂં પૂછાયું હતું. જેનાં પ્રથમ ભાગ પ્રમાણમાં સરળ હતો.પરંતુ પ્રોબબિલીટી એપ્‍યલીકેશન ઓફ ઈટીંગ્રલ્‍સ અને ડેટનીટ ઉપર આધારિત ૪ થી ૬ માર્કનાં પ્રશ્‍નો ખૂબજ અધરા હતા. જેથી મોટા ભાગનાં વિદ્યાર્થીઓને ૧૦ થી વધુ માર્કસ પેપર છુટી ગયું હતું. શિક્ષકો દ્વારા પણ પેપર ખૂબ અધરૂં અને ઉલઝાવનારું હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. આ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓના વિરોધ હવે શાળાઓ પણ મેદાનમાં આવી ગઈ છે. દેશભરની વિવિધ ૩૦૦ જેટલી શાળાઓએ સીબીએસઈને પત્ર લખીને આ પેપરની તપાસ કરવા માટે  માંગ કરવામાં આવી છે.  જેના પગલે સીબીએસઈને આ સમગ્ર પ્રકરણની  તપાસ માટે તપાસ  સમિતિની  રચના કરી છે. તેમજ જરૂર જણાય તો વિદ્યાર્થીઓને કળપા ગુણ આપવાની  પણ ખાત્રી આપી છે. ઉલ્લેખનીય છે કે, શાળાઓએ  સીબીએસઈને લખેલ ફરીયાદ  પત્રમાં દાવો કરાયો છે કે  સમગ્ર પેપર અતાર્કીક હતું જે વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે ચેડા કરવા સમાન છે. ગણિતના શિક્ષકો પણ આ પેપર સાથે સહમત નથી. પેપરના  તમામ દાખલાઓ અભ્‍યાસક્રમમાંથી પૂછવામાં આવ્‍યા હતા. જો કે એ રીતે પૂછવામાં આવ્‍યા હતા. કે જેનાથી મોટાભાગના વિદ્યાર્થીઓ પેપર પુરુ કરી શક્‍યા નથી. અનેક દાખલાઓની ગણતરીમાં વિદ્યાર્થીઓને મોટાપાયે સમય ખર્ચવો પડયો હતો.  


New Answer Key For Semester IV Examination 2015