અમદાવાદ, તા.૨૭,દેશની ટોચની આઈઆઈટી, એન્‍જી. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જેઈઈની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્‍યારે સેન્‍ટ્રલ બોર્ડ ફોર સેકેન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા જેઈઈની પરીક્ષા આપી રહેલ ઉમેદવારો જે પરીક્ષા માટે જરૂરી ક્‍વોલીફીકેશનના ડોક્‍યુમેન્‍ટસ સાથે લઈને આપવવાનું ફરમાન જાહેર કર્યું છે. આ ડોક્‍યુમેન્‍ટસ વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્‍ટર પર સબમીટ કરાવવાના રહેશે. દેશની ટોચની આઈઆઈટી અને એન્‍જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે ફરજીયાત જેઈઈની પરીક્ષા આગામી ૬ એપ્રિલે દેશના ૧૫૦ શહેરોમાં લેવામાં આવનાર છે ત્‍યારે સેન્‍ટ્રલ બોર્ડ ફોર સેકેન્‍ડરી એજ્‍યુકેશને આ વિદ્યાર્થીઓને ઝટકો આપતા જેઈઈની પરીક્ષા સમયે ઉમેદવારોને પરીક્ષાના ક્‍વોલીફાયડ ડોક્‍યુમેન્‍ટ તરીકે ધોરણ-૧૨ના ડોક્‍યુમેન્‍ટની કોપી લાવવાનું ફરમાન જાહેર કર્યું છે. સીબીએસઈ ક્‍લવોલીફાઈંગ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ત્રણ ક્રાઈટેરીયા નક્કી કર્યા છે. આ ક્રાઈટેરીયા સીબીએસઈએ પોતાની વેબસાઈટ ઉપર પણ મુક્‍યા છે. જેને ડાઉનલોડ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ સમસ્‍યા નડતી હોય તો વિદ્યાર્થીઓ સવારે ૧૦:૦૦ થી સાજના ૫:૩૦ કલાક દરમ્‍યાન સીબીએસઈની હેલ્‍પલાઈન પર ફોન કરીને માહિતી મેળવી શકશે. નવા ક્રાઈટેરીયા મુજબ ધોરણ-૧૨મું પાસ કરી ચુકેલ વિદ્યાર્થીઓ જો ૨૦૧૪માં બારમાં ધોરણની પરીક્ષા આપી નથી તો તેમના માટે અગાઉની ધોરણ-૧૨ની ફાઈનલ માર્કશીટ પરીક્ષા સ્‍થળે ફરજિયાત લાવવાની રહેશે જ્‍યારે જે વિદ્યાર્થીઓએ ગત વર્ષે ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી પરંતુ તમામ વિષયોમાં પાસ થઈ શક્‍યા નથી તેવા વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૪ની ધોરણ-૧૨ની પરીક્ષાની હોલ ટિકિટની કોપી પરીક્ષા સ્‍થળે લાવવાની રહેશે, જ્‍યારે જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૪માં પહેલીવાર ધોરણ-૧૨ની પરીક્ષા આપી છે, તેવા વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ના એડમિશન કાર્ડ અને ધોરણ-૧૨ની પરીક્ષાની હોલ ટિકિટ પરીક્ષા સ્‍થળે લાવવાની રહેશે. આ ઉપરાંત પરીક્ષા સ્‍થળે હોલ ટિકિટ ડોક્‍યુમેન્‍ટની કોપી સબમીટ કરતા પહેલા ડોક્‍યુમેન્‍ટની જમણી બાજુ પર જેઈઈ પરીક્ષાનો રોલ નંબર લખવાનો રહેશે ત્‍યારબાદ જ ડોક્‍યુમેન્‍ટને ઈનવિજીલેટરને સબમીટ કરાવવાના રહેશે.