ફોર્મ નંબર ૬ ભર્યા છતાય હજી સુધી મતદાન ઓળખ પત્ર મળ્યુ નથી તો પણ તમે
વોટ આપી શકો છો તે માટે ચુંટણી પંચનો ટોલ ફ્રી નંબર પર ફોર્મ નંબર
એસ.એમ.એસ. કરવો પડશે તેનાથી નોંધણીની જાણકરી મતદાતાને મોકલી દેવામાં આવશે.
ત્યારબાદ
મતદાતા સ્લીપ અથવા પંચ તરફથી નિર્ધારીત અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરી મતદાન
કરી શકાશે આ વખતે ૮ લાખ મતદાઓએ ફોર્મ ૬ ભર્યુ હતુંઅને આ મતદાતાઓમાંથી ૬.૫
લાખના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.
મતદાન
સમયે મતદાતા પાસપોર્ટ, ડ્રાયવીંગ લાયસન્સ સરકારી તેમજ બિન સરકારી
કર્મચારી, ઓળખપત્ર, બેન્ક તરફથી જારી પાસબુક, ફોટો સાથે પાનકાર્ડ, આધાર
કાર્ડ, સ્માર્ટકાર્ડ, મનરેગાકાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી જારી સ્વાસ્થય
વીમા સ્માર્ટ કાર્ડ, પેન્સનનું પ્રમાણપત્ર ફોટો સાથે અને ચુંટણી તરફથી
જારી કરવામાં આવેલ મતદાતા સ્લીપ પોતાની સાથે લઇ જઇ શકે છે..