રાજ્યના
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો વચ્ચે થતી અરસપરસ બદલીના નિયમ કડક બનાવવામાં
આવ્યા છે. હવે પછી શિક્ષકો તેમની અરસપરસ બદલીનાં સેટિંગ કરી શકશે નહીં. આ
પહેલાં અરસપરસ સહમતીથી થતી બદલીમાં નાણાંનો વ્યવહાર થતો હોવાની ફરિયાદ
સરકારના ધ્યાનમાં આવી હતી, પરંતુ આ જ નિર્ણયને થોડો મોડીફાઈડ પણ કરવામાં
આવ્યો છે. તે મુજબ અરસપરસ બદલીમાં મંજૂરી તો મળશે, પરંતુ એવા જ કેસમાં
મંજૂરી મળશે, જેમાં જે તે વ્યક્તિ એ પોતાના વતન માટે બદલીની માગણી કરી
હશે.
એટલું
જ નહીં મહિલાઓના કિસ્સામાં જે તે મહિલા શિક્ષકે પોતાના પિયરનો જિલ્લો
અથવા તો સાસરીનો જિલ્લો બેમાંથી એકની પસંદગી બદલી માટે કરવાની રહેશે. આ
બેમાંથી એક માટે મંજૂરીની માગણી કરવામાં આવશે તો મંજૂરી અપાશે, પરંતુ
પરસ્પર સહમતીથી બદલી લીધા બાદ આ શિક્ષકો ત્યાર પછીનાં પાંચ વર્ષ સુધી
સ્વૈચ્છિક નિવળત્તિ લઈ શકશે નહીં તેવો કડક નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.
રાજ્ય
સરકાર દ્વારા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષકોની
બદલી માટેના નિયમો બનાવાયા છે. આ નિયમો અન્વયે બંને શિક્ષકોની સહમતી
અરસપરસ બદલી તેમજ તબીબી કારણસર બદલીઓના નિયમોમાં સરકાર દ્વારા થોડા ફેરફાર
કરવામાં આવતા હતા, પરંતુ હવે અગાઉની પરસ્પરની બદલીઓની મળેલી વ્યાપક
પ્રમાણની ફરિયાદોના આધારે સરકારે એક પરિપત્ર બહાર પાડીને બદલીઓના નિયમોમાં
મોટાપાયે ફેરફાર કર્યા છે, જેના કારણે શિક્ષકો હવે સરળતાથી તેમની અરસપરસની
બદલી કરાવી શકશે નહીં.
અગાઉ
જે તે શિક્ષકની નિવળત્તિ આડે પાંચ વર્ષ બાકી હોય અથવા તેથી ઓછો સમય બાકી
હોય ત્યારે આવો લાભ મળતો ન હતો, પરંતુ તેઓ તબીબી કે અન્ય કારણસર અથવા તો
પાંચ વર્ષ પૂરાં થવાનાં હોય તે પહેલાં જ બદલી કરાવી લેતા હતા અને ત્યારબાદ
પછીની નોકરીનો સમયગાળો ઓછો હોવાના કારણે સ્વૈચ્છિક નિવળત્તિ લઈ લેતા
હતા. હવે સરકારે જાહેર કરેલા નવા નિયમ મુજબ અરસપરસની બદલી માટે અરજી કરનાર
શિક્ષકે પાંચ વર્ષ સુધી સ્વૈચ્છિક નિવળત્તિ માગશે નહીં તેવી બાંયધરી આપવી
પડશે.
આ
પહેલાં પરસ્પર બદલીમાં શિક્ષકને એકબીજાની શાળામાં જ મૂકવામાં આવતા હતા.
અન્ય શાળામાં તેમની બદલી થઈ શકતી ન હતી. આ નિયમમાં પણ ફેરફાર કરાયો છે.
માત્ર એકબીજાની શાળા માટે જ પરસ્પર બદલી નહીં માગી શકાય, પરંતુ શિક્ષકની
માગણી બંને તરફી તેમના વતનના તાલુકા કે જિલ્લામાં જવાની હોવી જોઈએ, એટલું જ
નહીં મહિલાઓના કિસ્સામાં મહિલા શિક્ષિકાએ તેના સાસરિયા કે પિયરના
તાલુકાની માગણી કરેલી હોવી જોઈએ અને બંને શિક્ષકો એક જ વિભાગના હોવા જોઈએ.
સરકારે બદલીના નિયમો કડક બનાવી દેતાં શિક્ષકોની બદલીમાં મોટાપાયે થતો
ભ્રષ્ટાચાર અટકી જશે.