સુરતના સમુદ્રથી લગભગ ૩૦ કિ.મી દૂર આજથી દસ હજાર વર્ષ પહેલા
એક પ્રાચીન વસાહત હતી તેના અવશેષો રિસર્ચ દરમિયાન મળ્યા હોવાની માહિતી
શહેરના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ આજે આપી હતી.વર્ષ ૨૦૦૦થી ૨૦૧૧ સુધી
મળેલા નમુનાઓ પર બે વર્ષથી રિચર્સ ચાલી રહ્યું છે. ડો.એસ.કથરોલીની આગેવાની
હેઠળ થયેલી આ શોધની હાવર્ડ યુનિવર્સિટીના એમેરિકી પુરાતત્વ વિદ્દ રીચાર્ડ
મેડોઝ જોકેડ દ્વારા મહત્વની અને ક્રાંતિકારી શોધ જાહેર કરાઇ, જેને
ઇન્ટરનેશનલ સ્તરે પ્રયાસ માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ શોધની રસપ્રદ
વિગત ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ શેર કરી હતી.
નર્મદા
નદીના મુખ પ્રદેશની ૪૦ કિ.મી દૂર અને તાપીના મુખ-પ્રદેશ નજીકના દરિયામાં
ઉત્તર- પશ્વિમે ૧૩૦ ફૂટ ઊંડે પાંચ માઇલ લાંબુ અને લગભગ બે માઇલ પહોળું શહેર
એક સમયે માનવ વસાહતથી ધબકતું હોવાના પ્રતિતીકરણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા
મળ્યા છે, જે દુનિયાભરના પુરાતત્વવિદ્દો, ઇતિહાસકારો અને યુનિવર્સિટી
માટે રસનો વિષય બન્યો છે.
'આશરે દસ હજાર વર્ષ પૂર્વે
છેલ્લા હિમયુગની સમાપ્તિ થઇ, કેટલાંક સાંયોગિક પુરાવા એવા મળ્યા કે
સુરતથી ૩૦ માઇલ દૂર ખંભાતના અખાતમાં એક મોટું નગર હતું અને તે સમુદ્રમાં
ગરક થઇ ગયું, જેનો સમયગાળો આશરે સાડા નવ હજાર વર્ષ પૂર્વેનો માનવામાં આવે
છે’ સિટીના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ રસપ્રદ માહિતી શેર કરતા આમ
જણાવ્યું હતું.
એમણે વધુ જણાવતા કહ્યુ હતું કે 'બહુ
હેતુક સર્વે માટેની સમુદ્ર ટેકનોલોજીની ટીમને ખંભાતના અખાતમાં પ્રદુષણના
પ્રમાણનું ધ્યાન રાખવા વપરાતા સાધન દ્વારા કેટલીક અસામાન્ય છબીઓ મળી, જેનો
લગભગ સતત છ મહિના સુધી સંગ્રહ કરતા રહ્યો અને પરીણામે જે આશ્વર્યજનક શોધ
થઇ તે ખંભાતના અખાતમાં સમુદ્ર તળિયે ગરક થઇ ગયેલા એક અતિ પ્રાચીન નગર તરફ
ઇશારો કરે છે.