લોકપાલ અને લોકાયુકત કાનૂનને લાગુ કરવાની દિશામાં કેન્‍દ્ર સરકારે વધુ એક પગલુ લીધુ છે. કાર્મિક મંત્રાલયે પોતાની એક મહત્‍વની જોગવાઇને અધિસુચિત કરતા તમામ જનસેવકો માટે સંપત્તિની વિગતો આપવાનું ફરજીયાત કરી દેવામાં આવ્‍યુ છે. કાર્મિક મંત્રાલયની અધિસુચના અનુસાર નક્કી કરવામાં આવેલી જોગવાઇમાં દર વર્ષે ૩૧મી માર્ચ સુધીમાં આ માહિતી આપી દેવી પડશે.

આઇ.ટી.ઇ.એકટ ૨૦૦૯ અંતર્ગત ખાનગી પ્રાથમીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્‍યાના ૨૫ ટકાના પ્રમાણમાં નબળા વર્ગ અને વંચીત જુથના બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીદીઠ ખર્ચ સરકાર દ્વારા આપવાનુ નક્કી કરેલ છે તે અંતર્ગત આ વર્ષે આવા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૧૮૩૦૦ ની થાય છે. જે એક વિદ્યાર્થી દીઠ રૂપીયા ૧૦,૦૦૦ નો ખર્ચ ગણતા કુલ રૂપીયા ૧૮૩૦ લાખનો રાજય સરકાર આવા વિદ્યાર્થીઓ માટે કરશે.
   માધ્‍યમીક શિક્ષણ ક્ષેત્રે પણ છેલ્લા એક દાયકા દરમ્‍યાન થયેલા પ્રગતીનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૦૧ માં સરકારી માધ્‍યમીક શાળાઓ હતી જે ૨૦૧૪ માં વધીને ૬૩૯ થઇ છે તે જ રીતે ૭૬ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓની સામે છેલ્લા ૧૩ વર્ષમાં કુલ ૩૩૪ નવી સરકારી ઉચ્‍ચતર માધ્‍યમીક શાળા શરૂ કરાઇ છે. વર્ષ ૨૦૧૩ માં આવી શાળાઓમાં ૪૯૮ શિક્ષકોની ભરતી કારાયેલ આ વર્ષે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમી શાળાઓમાં ૩૨૭ તથા સરકારી માધ્‍યમીક શાળાઓમાં ૯૭૮ શીક્ષકોની ભરતી કરાશે.
   ઉચ્‍ચ અને ટેકનીકલ ક્ષેત્રે થયેલ વિસ્‍તૃતિકરણની વીગતો આપતા શીક્ષણમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે ૨૦૦૧ માં રાજયમાં માત્ર ૧૫ યુનીવર્સિટીઓ હતી જે ૪૯ પર પહોંચી છે. સરકારી કોલેજોની સંખ્‍યા ૨૦ હતી જે વધીને ૭૨ થઇ છે. અનુદાનીત કોલેજ ૩૧૯ થી વધીને ૩૫૬ પહોંચી છે. ઉપરાંત ૬૦૫ સ્‍વનિર્ભર કોલેજ કાર્યરત છે. વર્ષ ૧૯૯૮ ના સંદર્ભમાં રાજયમાં ડીગ્રી ઇજનેરી સંસ્‍થાઓમાં ૧૦૮ નો ૬૪,૩૧૫ બેઠકો(૧૧ ગણો વધારો) નો વધારો થયો છે. સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજોની સંખ્‍યા માત્ર ૬ હતી જે વધીને ૧૬ અને બેઠકોની સંખ્‍યા ૧૪૬૫ થી વધીને ૯,૪૧૯ ની થઇ છે. જયારે ડીપ્‍લોમાં ઇજનેરીમાં ૮૧ સંખ્‍યાઓ અને બેઠકોમાં ૬૮,૧૬૫ નો વધારો થવા પામ્‍યો છે.
   ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે મહીલાઓને પણ પ્રોત્‍સાહન મળે તેવા હેતુથી સરકારી પોલીસટેકનીસ ગર્લ્‍સ હોસ્‍ટેલની હયાત ક્ષમતા ૧૪૫૨ થી ૨૯૮૦ બેઠકો તથા સરકારી ઇજનેરી કોલેજની ગર્લ્‍સ હોસ્‍ટેલની હયાત ક્ષમતા ૮૨૪ થી ૧૭૩૪ બેઠકો સાથે બે ગણો વધારો કરવાનું આયોજન રાજય સરકારે કર્યુ છે. ટેકનીકલ શિક્ષણનો વ્‍યાપ વધારવા જે જિલ્લાઓમાં સરકારી ઇજનેરી કોલેજો નથી તેવા સુરેન્‍દ્રનગર, અને જામનગર જિલ્લાઓમાં રાષ્‍ટ્રીય ઉચ્‍ચતર અભીયાન અંતર્ગત બે નવી સરકારી ઇજનેરી કોલેજો પણ સ્‍થાપવામાં આવશે તેમ ચુડાસમાએ જણાવ્‍યું હતું.