ગુજરાત
કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ધોરણ-૩ અને ૪માં
પ્રથમ વખત લેખીત પરીક્ષા પધ્ધતિ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ
નિર્ણયનો અમલ આગામી ૭ થી ૧૦ દરમિાન યોજાનાર પરીક્ષાથી કરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગનો દાવો છે કે આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરી શકશે તેમજ તેમનામાં અભ્યાસ
પ્રત્યેની ગંભીરતા વધશે.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ વિભાગના નિયમો મુજબ ધોરણ-૧ થી ૫માં
વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી ન હતી. જો કે રાજ્યમાં પ્રથમ વખત
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ
રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ધોરણ-૩ અને ૪માં લેખિત પરીક્ષા દાખલ કરવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસે
જણાવ્યું હતું કે ધોરણ-૧ અને ૨માં વિવિધ અવલોકનો, જુથકાર્યો, પ્રવળત્તિઓ,
રમતો વગેરે દ્વાર વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન અનોપચારિક
રીતે કરવામાં આવે છે અને તેના આધારે પ્રગતિપત્રકો અને પરિણામપત્રકો તૈયાર
કરાય છે તેમજ શિક્ષકે ગ્રેડીંગ પદ્ધતિ મુજબ એબીસી પૈકી યોગ્ય ગ્રેડ આપવાના
રહે છે. જ્યારે ધોરણ ૩ અને ૪માં અત્યાર સુધી પ્રજ્ઞા પરફોર્મન્સ અને
એક્ટિવીટીના આધારે ગ્રેડ આપવામાં આવતા હતા. પ્રવળતિલક્ષી જ્ઞાન પદ્ધતિના
કોન્સેપ્ટ મુજબ શાળામાં ધોરણ-૩ અને ૪નાં વિદ્યાર્થીઓને દફતર વગર આવવાનું
રહેતું હતું. જો કે હવે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં
આવ્યું છે. જેમાં વિદ્યાર્થીની બે સત્રમાં બે લેખીત પરીક્ષા લેવામાં આવશે.
પ્રથમ સત્રમાં ૪૦ ગુણનું અને દ્વિતીય સત્રમાં ૪૦ ગુણનું લેખીત પેપર
પૂછાશે. ધોરણ-૩માં અંગ્રેજી વિષયમાં શિક્ષકે અનૌપચારીક મુલ્યાંકન કરવાનું
રહેશે જ્યારે ધોરણ-૪માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં રચનાત્મક
મુલ્યાંકનનાં ૪૦ લેખીત મુલ્યાંકનના ૪૦ ગુણ અને સ્વઅધ્યયન કાર્યનું
મુલ્યાંકન ૨૦ ગુણનું કરવાનું રહેશે.