કોમન મેનેજમેન્‍ટ એપ્‍ટીટયુડ ટેસ્‍ટ ૨૫થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં લેવાશે માટે વેબસાઈટ પર એડમિટ કાર્ડ અપલોડ કરી દેવામાં આવ્‍યા છે. કેન્‍ડીડેટ્‍સ પોતાના એડમિટ કાર્ડ www.aictecmet.inની વેબસાઈટ પરથી ડાઉન લોડ કરી શકે છે. કેન્‍ડીડેટ્‍સને રજીસ્‍ટ્રેશન વખતે લોગીન આઈડી અને પાસવાર્ડ પ્રોવાઇડ કરવામાં આવશે જે દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
   પ્રાપ્ત થતી માહિતી મુજબ એમબીએ અને એમસીએમાં પ્રવેશ માટે ઓલ ઇન્‍ડિયા કાઉન્‍સિલ ઓફ ટેકનિકલ એજ્‍યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા કોમન મેનેજમેન્‍ટ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (સિમેટ)ના આધારે પ્રવેશ ફાળવવામાં આવે છે ત્‍યારે આગામી શૈક્ષણિક વર્ષ એમબીએ અને એમસીએમાં અભ્‍યાસક્રમમાં પ્રવેશ ફાળવા માટે પ્રવેશ ૨૦૧૫ કોમન મેનેજમેન્‍ટ એપ્‍ટીડયુડ ટેસ્‍ટ ૨૫થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં લેવામાં આળશે માટે વેબસાઈટ પર એડમિટ કાર્ડ અપલોડ કરી દેવામાં આવ્‍યા છે. કેન્‍ડીડેટ્‍સ પોતાના એડમિટ કાર્ડ www.aictecmet.inની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. કેન્‍ડીડેટ્‍સને રજિસ્‍ટ્રેશન વખતે લોગીન આઈડી અને પાસવર્ડ પ્રોવાઇડ કરવામાં આવશે. જે દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઓનલાઈન કમ્‍પ્‍યુટર બેઝ્‌ડ ટેસ્‍ટમાં ૧૦૦ મલ્‍ટીપલ ચોઇસ પ્રશ્‍નો પુછવામાં આવશે, જે માટે પ્રશ્‍ન દીઠ ચાર માર્ક્‍સ આપવામાં આવશે. પેપર સોલ્‍વ કરવા માટે ત્રણ કલાકનો સમય અપાશે. ઉલ્લેખનીય છે કે, ટોપ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓને હવે બે તક આપવામાં આવે છે. એડમિશન માટે યોજાનારી કોમન મેનેજમેન્‍ટ ટેસ્‍ટ એટલે કે સીમેટ હવે ફેબ્રુઆરી, ૨૦૧૫ના યોજાશે. આ ટેસ્‍ટ માટે રજિસ્‍ટ્રેશન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ જાન્‍યુઆરી રાખવામાં આવશે. આ એક્‍ઝામ ઓલ ઇન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્‍યુકેશન દ્વારા લેવાશે. જે વિદ્યાર્થી પહેલીવાર આ પરીક્ષા આપી ચુકાાયા છે એ પોતાનો સ્‍કોર  બેટર બનાવવા માટે ફરીવાર આ પરીક્ષા આપી શકશે. આ વખતે પણ પરીક્ષાની બધી જ પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે. એઆઈસીટીએ પોતાની વેબસાઇટ પર સેમ્‍પલ પેપર પણ અપલોડ કરી દીધા છે.