દેશની નવી શિક્ષણ નીતિ આવતા વર્ષ સુધીમાં અસ્‍તિત્‍વમાં આવવાની સંભાવના

દેશની નવી શિક્ષણ નીતિ આવતા વર્ષ સુધીમાં અસ્‍તિત્‍વમાં આવવાની સંભાવના છે. માનવ સંશાધન વિકાસ મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ ગઇકાલે જણાવ્‍યુ હતુ કે, નવી નીતિ માટે સરકાર આવતા વર્ષથી રાષ્‍ટ્રીય સ્‍તર પર ચર્ચા શરૂ કરાવશે. આપણી પાસે એક સ્‍પષ્‍ટ નીતિ હોવી જોઇએ. આ માટે રાજયવાર અને પ્રદેશવાર ચર્ચા થશે. જેમાં ૭ મહિનાથી લઇને ૩ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ નીતિને રાજકીય નેતાઓ, સરકારી બાબુઓ અને નિષ્‍ણાંતો સાથે મળીને તૈયાર કરશે.
   સ્‍મૃતિ ઇરાનીના જણાવ્‍યા પ્રમાણે આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ નવી નીતિ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. દેશ ક્રમીક વિકાસના દોરથી પસાર થઇ રહ્યુ છે. અત્‍યાર સુધી દેશનું ભવિષ્‍ય રાજનીતિ કરનાર લોકોના ઇશારે ઘડાતુ હતુ પરંતુ હવે ભારતમાં પરિવર્તન આવી રહ્યુ છે.  સીબીએસઇની વાર્ષિક કોન્‍ફરન્‍સમાં દેશ-વિદેશથી આવેલા આચાર્યો અને શિક્ષકો સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે, દેશનું ભવિષ્‍ય તમારા બધાના હાથમાં છે. હું ફકત માનવ સંશાધન વિકાસ મંત્રી જ નથી પરંતુ સ્‍કુલે જતા બે બાળકોની માતા પણ છું. વાલીઓ પોતાના બાળકો માટે સ્‍કુલોમાં સુરક્ષિત વાતાવરણ ઇચ્‍છે છે